ઘણીવાર અકસ્માતની તેમજ હત્યા કરી હોય એવી ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે.રાજ્યમાં થોડા દિવસથી ફરીવાર ગુનાનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જ જાય છે. જામનગર પાસે કાલાવડ રોડ પર વિજરખીની પાસે ગઈકાલે સાંજનાં સમયે જામનગર-જૂનાગઢ પંથકની ST બસમાં કુલ 2 મુસાફરોની વચ્ચે થયેલ ઝઘડા પછી એક મુસાફરે બીજાંને છરી મારીને કરપીણ હત્યા નિપજાવતાં હોબાળો મચી જવા પામ્યો હતો.
આ ઘટનાને કારણે બસચાલકે ST બસને થંભાવી દીધી હતી. તો બીજી બાજુ પેસેન્જરોએ આરોપીને આંતરી લઇ મેથીપાક ચખાડી, નીચે ઉતારીને થાંભલાની સાથે બાંધી દીધો હતો. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી તેમજ આરોપીનો કબ્જો લઇને ફરિયાદ નોંધવા માટેની તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ ઘટનાની મળતી જાણકારી મુજબ જામનગર સહિત સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવનાર બનાવની માહિતી પ્રમાણે જામનગર બસ સ્ટેશનમાંથી રવાના થયેલ જામનગર-જૂનાગઢ રૂટની ST બસ જામનગરથી કુલ 15 કિમી દૂર પહોંચી ગઈ હતી.
વિજરખીની પાસે કુલ 2 મુસાફરોની વચ્ચે ચાલુ બસ વખતે કોઇ બાબતને લઇને ઝઘડો થયો હતો. થોડી વારમાં તો બન્ને ઉગ્ર બની જતાં બસમાં બેઠેલાં બીજાં પેસેન્જરો સ્તબ્ધ થઇ ગયા હતાં. આ દરમિયાન એક મુસાફરે પોતાની પાસે રહેલ ધારદાર હથિયાર કાઢીને પોતાની સામે ઝઘડો કરનાર હિતેશભાઇ પંડ્યા કે જેમની ઉંમર 40 વર્ષ છે, એમની પર હુમલો કર્યો હતો.
હિતેશભાઇ કંઇ કરે એ પહેલાં જ આરોપીએ શરીરનાં છાતી તથા માથાનાં ભાગ પર કુલ 2-3 ઘા ઝીંકી દેતાં તેઓ લોહી-લૂહાણ થઇ ગયા હતાં અને સીટ પર જ ફસડાઇ ગયા હતાં. આ ઝઘડાને પગલે કંડકટરે સંકેત આપતાં જ ST ચાલકે તરત જ બસ થંભાવી દીધી હતી.
યુવાન લોહીલુહાણ થઇ જતાં જ બસમાં સવાર પેસેન્જરો એકઠા થઇ ગયા હતાં તથા આરોપીને દબોચી લઇને નીચે ઉતારી મેથીપાક ચખાડ્યો હતો. પેસેન્જરોએ જ દોરી વડે આરોપીને બાજુમાં આવેલ હોટલનાં થાંભલાની સાથે બાંધી દીધો હતો તેમજ ભાગી જતાં અટકાવ્યા પછી પોલીસને જાણ કરવામાં આવી હતી.
કાલાવડમાં રહેતાં હિતેષભાઇ પંડ્યા (મૃતક) તાલુકા મથકે અલ્પાહારની રેંકડી ચલાવીને પોતાનાં પરિવારનું ભરણપોષણ કરતો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ સમયસર કરી દેતાં 108નો સ્ટાફ એમ્બ્યુલન્સની સાથે સ્થળ પર પહોંચ્યો હતો. જો કે ઘાયલને સારવાર મળે તે પહેલાં જ એમનું મૃત્યું થયું હતું.
બીજી બાજુ ઘટનાની જાણ થતાં પંચકોશી A ડિવિઝન તથા LCB પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચી હતી તથા આરોપીનો કબ્જો સંભાળ્યો હતો. આ બનાવને કારણે વિજરખી ગ્રામજનો તથા બીજાં વાહનચાલકો એકઠા થઇ ગયા હતાં. જો, કે બનાવ પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી પણ પોલીસે ફરિયાદ નોંધવા સહિતની તપાસ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews