‘દેશ બદલાયો પરંતુ સંસ્કાર નહિ’ – રામાયણ પર હાથ રાખી શપથ લઇ અમેરિકામાં ‘મેજિસ્ટ્રેટ જજ’ બની ગુજરાતી દીકરી

ભારતની જાનકી વિશ્વ શર્મા (Janaki Vishwa Sharma) ને પેનિંગ્ટન કાઉન્ટી (Pennington County) માં સાતમી ન્યાયિક સર્કિટ માટે પૂર્ણ-સમયના મેજિસ્ટ્રેટ જજ તરીકે નિયુક્ત કરવામાં આવી છે. તેમણે રામ ચરિત માનસ (Ram Charit Manas) પર હાથ મૂકીને પોતાના પદના શપથ લીધા. જાનકી વી શર્માએ કહ્યું કે, બેન્ચ સુધીની મારી સફર ઘણી રસપ્રદ રહી છે. હવે હું અહીંના લોકોની સેવા કરવા માટે ગૌરવ અનુભવું છું. દક્ષિણ ડાકોટામાં સાતમી ન્યાયિક સર્કિટમાં ન્યાયાધીશ (Judge) ની ભૂમિકા પ્રથમ અને અગ્રણી છે. હું હંમેશા સિવિલ સર્વન્ટ તરીકે આજીવન કરિયર બનાવવા માંગતી હતી.

જાનકી શર્માએ રામાયણ પર હાથ રાખીને આ પદ માટે શપથ લીધા હતા. આનું કારણ જણાવતાં તે કહે છે કે મારો જન્મ પુજારી પરિવારમાં થયો છે. હું ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં શ્રી રામ દરબાર પરિવારમાં રામાયણ શીખીને મોટી થઇ છું. 1993થી હું રામાયણના પાઠ કરું છું. રામાયણ પ્રત્યે વિશેષ લગાવ હોવાથી તેણે રામાયણ ઉપર હાથ રાખીને શપથ લીધા હતા. મારા દાદા બ્રહ્મર્ષિ પંડિત જગમોહન જી મહારાજ સમર્પિત રામાયણ ગાયક હતા અને મારા પિતા પંડિત વિશ્વમોહન જી મહારાજ પણ રામાયણ ગાયક હતા.

ભારત સાથેના સંબંધો અંગે જાનકી કહે છે કે, ભારત મારી જન્મભૂમિ છે. મારો ઉછેર પણ ભારતમાં થયો છે. મારું મોટાભાગનું બાળપણ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં વીત્યું હતું. પછી વર્ષ 1995માં, મારા માતા-પિતા અમદાવાદ, ગુજરાતમાં રહેવા ગયા અને 2001માં હું અહીં અમેરિકામાં આવી ગઈ.

જાનકીના ભાઈ ત્રિભુવન શર્મા જણાવે છે કે, જ્યારે જાનકી અમેરિકામાં રામાયણ ઉપર હાથ રાખીને શપથ લઈ રહી હતી ત્યારે ઘરમાં રામાયણનો અખંડ પાઠ ચાલતો હતો. એ સમયે અમારા પરિવારમાં તહેવાર જેવો માહોલ બની ગયો હતો. તેમની સફળતા માત્ર આપણા માટે જ નહીં પરંતુ ગુજરાત અને દેશ માટે પણ ગૌરવની વાત છે. જાનકી અત્યાર સુધી અમારા પરિવારની દીકરી અને બહેન હતી પરંતુ હવેથી તે દેશની દીકરી અને બહેન બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *