ચાના રસિકો માટે ખુશખબર : બજારમાં આવી ટેન્શનમુક્ત કરે તેવી ચા. અહીં ક્લિક કરી જાણો વધુ

ગરમ ચા ના કપની વાત જ અનોખી છે. જો સવારમાં એક કપ સરસ ચા મળી જાય તો આખો દિવસ મૂડ ફેશ રહે છે. ચા ને હંમેશા ઉકળતા પાણીમાં જ નાખો. તેનાથી રંગ અને ફ્લેવર સારો આવશે. દૂધ અને ચા નુ પ્રમાણ તમારા સ્વાદ મુજબ નાખીને એકવાર સારી રીતે ઉકાળો. તમે ચાહો તો ચમચાથી તેને હલાવતા રહેવાથી ચામાં સરસ રંગ પકડાય છે. વધુ પડતી ઉકાળવાથી ચા નો સ્વાદ કડવો થઈ જાય છે. તેથી ચા બનાવતી વખતે સમયનુ ધ્યાન આપો. વર્તમાન સમયમાં લોકોની જીવનશૈલી એવી થઈ ચુકી છે કે દરેક વ્યક્તિ ચિંતા અને માનસિક તાણનો ભોગ બની જાય છે.

દિવસ દરમિયાન કામની ચિંતા અને તે ઉપરાંત ઘર પરિવારની જરૂરીયાતો પૂર્ણ થશે કે કેમ તેની ચિંતા લોકોને સતાવે છે. આજકાલ લોકોની લાઈફસ્ટાઈલ પણ ભાગદોડ ભરેલી થઈ ગઈ છે જેના કારણે પણ માનસિક તાણ રહે છે. આ ટેન્શનમાંથી રિલેક્સ થવા માટે લોકો ચા અથવા તો કોફી પીવાનો આગ્રહ રાખે છે.

ઉંદરો પર કરાયા છે પરિક્ષણો

ચા પીવાના શોખીનો માટે આ જાણકારી મહત્વની હશે કારણ કે હવે એક નવી ચા ઉપલબ્ધ છે. આ સ્પેશિયલ જાપાની ચા વ્યક્તિને ચિંતાઓમાંથી મુક્ત કરી દે છે. તો ચાલો જાણીએ આ ખાસ ચા વિશે વિગતવાર. જાપાનમાં તાજેતરમાં થયેલી શોધમાં શોધકર્તાઓએ જાણ્યું કે માચાનો અર્ક પીવડાવવાથી ચિંતા ઘટે છે. આ પરીક્ષણ ઉંદર પર કરવામાં આવ્યું હતું જેમાં માચા પાવડર કે તેનો અર્ક ઉંદરને પીવડાવ્યા બાદ તેમના ચિંતાજનક વ્યવહારમાં ઘટાડો નોંધાયો હતો.

કેમેલિયા સિનેન્સીસ નામના કડવા પાંદડાંના ચીની છોડના ભારતમાં પાક વાવવા અને તેને ચા-પત્તીમાં ફેરવવાનો ઈતિહાસ બહુ જૂનો અને બહુ લાંબો છે. ભારતમાં ચાનો દવા પેટે વપરાશ પરંપરાગત છે. આયુર્વેદમાં પણ તેનું મહત્ત્વ છે.

ભારત ચાનો સૌથી મોટો ઉત્પાદક દેશ

ભારતમાં ચાના ઘણા શોખિનો છે. આજે વિશ્વમાં ભારત સૌથી મોટો ચા-ઉત્પાદક દેશ છે પણ ૭૦ ટકા જેટલી ચા પણ જાતે જ વાપરે છે. ભારતીય ચા ઉદ્યોગ વિશ્વમાં ‘વન ઑફ ધ મોસ્ટ ટેકનોલોજિકલી ઈક્વિપ્ડ ઈન્ડસ્ટ્રિઝ’ કહેવાય છે. આજે ચાનું પ્રોડક્શન, સર્ટિફિકેશન અને નિકાસ સંબંધી બાબતો અને ચાના વેપારની અન્ય અનેક બાબતોનું નિયંત્રણ અને નિયમન ટી બૉર્ડ ઑફ ઈન્ડિયા કરે છે. ચામાં અનેક શોધ થઈ છે. ચામાં શોધકર્તાઓ અનુસાર માચા ચામાં એવા તત્વ હોય છે જે ચિંતા અને તાણને દૂર કરવામાં મદદ કરે છે. આ તત્વ ડોપામન ડી1 રિસેપ્ટર્સ અને સેરોટોનિન 5 એચટી1એને રિસેપ્ટર્સને એક્ટિવેટ કરે છે.

આ બંને કેમિકલ ચિંતાજનક વ્યવહાર સાથે સંબંધિત હોય છે. આ સ્ટડીમાં સાબિત થયું છે કે વર્ષો સુધી ઔષધીય વસ્તુ તરીકે ઉપયોગમાં લેવામાં આવતું માચા માનવ શરીર માટે લાભકારક છે. મહત્વપૂર્ણ છે કે માચા છાયાદાર જગ્યાઓ પર ઉગાડવામાં આવતી કેમિલિયા સિનેન્સિસ નામની ચા પત્તિનો ચુરો હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *