અર્મીન માર્ગ પર રહેતા કારખાનેદાર પટેલ યુવાને થોડા દિવસ પૂર્વે ફેસબુક પર પોતાની એક મિત્રએ ટીપ્પણી કરતી પોસ્ટ મુકી હતી. જે બાબતે એસ.પી. જી. ગ્રુપ સાથે જોડાયેલા એક પટેલ યુવાનને ન ગમતા તેણે ગાળો ભાંડી હતી. જે બાબતનો ખાર રાખી જીતેષ તોગડીયાની ટીમે ટોળકી રચી કારખાને જઇ કારખાનેદારને ધમકી આપી હથિયારો સાથે ધમાલ ચકડી મચાવી હતી. બનાવ અંગે કારખાનેદારે પોલીસ બોલાવતા ટોળકી નાશી છુટી હતી. પરંતુ ભકિતનગર પોલીસે સીસી ટીવી કુટેજના આધારે આઠ શખ્સોની ધરપકડ કરી છે.
મેંહુલ પાટીદાર નામના યુવાને થોડા દિવસ અગાઉ ફેસબુકમાં ‘જો જો ખોખારો ખાતા ગળફો’ બહાર નીકળી ગયો તેવી કોમેન્ટ કરી હતી. જેના પર ફરીયાદીએ ગુડ વર્ક તથા ઈમોજી પોસ્ટ કર્યું હતું દરમ્યાન આરોપી જીજ્ઞેશે તેનો રીપ્લાય આપી ગાળો ભાંડી હતી. જેથી કારખાનેદાર પ્રતિકે પોતાના મોબાઈલ ફોનમાંથી જીજ્ઞેશને ફોન કરી આપણે એકબીજાને ઓળખતા નથી છતાં કેમ ગાળો આપે છે તેમ કહેતા જીજ્ઞેશે વધુ ગાળો આપી હતી.
એક તરફ આ લોકો ધમાલ મચાવી રહ્યા હતા. બીજી તરફ આ ઘટનાની જાણ થતા ભકિતનગર પોલીસ મથકનાં પીએસઆઈ એસ.એન.જાડેજા તથા સ્ટાફ અહી આવી પહોંચ્યા હતા અને ધમાલ મચાવનાર સહીત આઠને ઝડપી લીધા હતા આ દરમ્યાન એસ.પી.જી.પ્રમુખ સહીતનાં નાસી ગયા હતા. પકડાયેલા આરોપી પૈકી જીજ્ઞેશ તોગડીયા, નૈમિષ કાકડીયા, સંજય અજા, અને લાલજી ચોવટીયા નશાની હાલતમાં હોઈ તેની સામે અલગથી પ્રોહીબીશનની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
ફરીયાદી પ્રતિક પટેલ એ કહ્યું કે, મેહુલ પાટીદારની ફેસબૂક પોસ્ટમાં મેં ડાગલાની કોમેન્ટ મુકી તાલીઓ પાડી હોઇ તે જીજ્ઞેશ તોગડીયાને ન ગમતાં આ માથાકુટ થઇ હતી. અમારે સમાધાનની વાટાઘાટો પણ થઇ હતી. પરંતુ સમાધાન ન થતાં અંતે ફરિયાદ કરવી પડી હતી. ફરિયાદી પ્રતિક પટેલના કહેવા મુજબ માથાકુટ કરનારાઓમાં જસ્મીન પીપળીયા રાજકોટ એસપીજી (સરદાર પટેલ સેવાદળ ગ્રુપ)ના પ્રમુખપદે છે અને જીજ્ઞેશ પણ આ ગ્રુપમાંં છે.
કારખાનુ ચલાવતા પ્રતિકભાઈ દિનેશભાઈ ટોપીયા ઉ.વ.19 દ્વારા એસ.પી.જી. પ્રમુખ જસ્મીન પીપળીયા, મહેન્દ્ર વાછાણી, જીજ્ઞેશ તોગડીયા, નૈમીષ કાકડીયા, રાજુ વઘાસીયા, સંજય અજાણી, લાલજી ચોવટીયા તથા તેની સાથેનાં લાલજી ચોવટીયા તથો તેની સાથેના 20 જેટલા અજાણ્યા શખ્સોનાં ટોળા સામે ફરીયાદ કરતાં ભકિતનગર પોલીસે આરોપીઓ સામે આઈપીસીની કલમ 193, 199,500, 506 (2) તથા જીપીએકટ 135 (1) મુજબ ગુન્હો નોંધ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.