કેબીનેટ મંત્રી જવાહર ચાવડાએ પોત પ્રકાશ્યું છે.. એવું કહેવા કરતા ભાજપમાં ગયા બાદ તેમનો મુળભુત સ્વભાવ બહાર આવ્યો છે તે કહેવું યોગ્ય રહેશે… હવે તેમણે તેમના સંસ્કાર કેવી રીતે પ્રદર્શીત કર્યા છે તે પણ જાણી લો. ઇન્ડિયા ન્યૂઝના સિનિયર એડિટર સુજલ દવે દ્વારા જવાહર ચાવડાની માનસિક સારવારનો ખર્ચ હું ઉઠાવીશ તેમ પોસ્ટ લખાઈ છે જે અહીં રજૂ કરેલ છે.
ચાવડા આહીર સમાજના એક કાર્યક્રમમાં ભાષણ આપતા હતા.ભાષણ દરમિયાન એમને એમના સંસ્કાર યાદ આવ્યાં અને તેમણે મંચ પરથી કિધું કે હું કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યો તો પત્રકારો મને પુછે છે તમને વાંધો શું હતો? વાંધો તારો બાપ કાંઈ હતો જ ને….અને તેમના જેવા જ તેમના શ્રોતાઓ..આ વાક્ય પર હસે છે..
ચાવડા પોતાને તમામ પત્રકારોના બાપ કહે છે.આ ભાષા હોય કેબીનેટ મીનીસ્ટરની? ગઈકાલ સુધી અસ્તિત્વનો સંઘર્ષ કરતા અને આજે મતદાતાઓની પીઠમાં ખંજર મારીને મંત્રી બનેલા ચાવડા પાસે તમે શું અપેક્ષા રાખો..? હું જવાબદાર પત્રકાર તરીકે ગુજરાત સરકાર પાસે જવાહર ચાવડાની માનસિક સ્થિતિની સારવાર કરાવવા માંગણી કરૂ છું અને જો સરકાર આ ખર્ચ ન ઉઠાવી શકતી હોય તો હું આ ખર્ચ ભોગવવા તૈયાર છું.કેમકે અગાઉ જવાહર ચાવડાએ નરેન્દ્ર મોદી પર અક્ષમ્ય ટીપ્પણી કરી હતી.સરકારને યાદ અપાવવા આ ટીપ્પણી યાદ અપાવવું છું..ચાવડાએ મોદી પર નિશાન તાકતા કહયું હતું કે મારા ગામમાં નંદો કરીને એક ગાંડો હતો..રોજ મારી પાસે આવે હું એને ચ્હા પીવડાવું.નાસ્તો કરાવું,સીગારેટ પીવડાવું..બાદમાં નંદો મને પુછે કે તમારે જવાહરભાઈ પૈસાની જરૂર હોય તો કહેજો..હું કહું દસ લાખની જરૂર છે.ગાડી લેવી છે.નંદો કહે ઠીક છે.કરી આપીશ..બાદમાં નંદો ગુજરી ગયો..હાલમાં નરેન્દ્રભાઈએ જે યોજનાઓ શરૂ કરી છે કે આટલા કરોડ આપ્યાં,આટલા કરોડ આપ્યાં એ જોતા હવે મને થઈ ગયું કે મારો નંદો કયાંય નથી ગયો..
જવાહર ચાવડાની માનસિક સારવાર કરાવવા માટે બીજા પણ કારણ છે.કોંગ્રેસમાંથી ચાવડા ભાજપમાં આવ્યાં ત્યારે પત્રકારોને બાઈટ આપતા તેમણે કહ્યું કે મને કોંગ્રેસમાં મજા ન હતી આવતી..એક હોટલમાંથી બીજી હોટલમાં જમવા જઈએ તેમ હું ભાજપમાં આવ્યો છું.આ જવાબ જ કહે છે ચાવડા સાચુ બોલે છે અથવા બોલતી વેળાએ તેમની માનસિક સ્થિતિ પર તેમનો કાબુ નથી રહેતો..જો એ સાચુ બોલે છે તો તમારે માનવું જોઈએ કે કોંગ્રેસમાં જમી જમીને થાકેલા ચાવડા ભાજપમાં જમવા જ આવ્યાં છે..આ બધા કારણો જોતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના મંત્રીની ચિંતા કરવી જોઈએ..કેમકે રૂપાણીને સંવેદનશીલ વ્યકિત ગણવામાં આવે છે.તરત જ ચાવડાને સારવાર માટે મોકલી દેવા જોઈએ..
જવાહર ચાવડાને આ તબક્કે એટલુ કહીશ કે તમે જવાહરલાલ નહેરૂનું નામ બોલ્યું..તમારા પિતાએ એ અપેક્ષાથી તમારૂ નામ જવાહર રાખ્યું હતું કે તમે તેમના જેવા થશો પણ તમે તેમનાથી અલગ જ નિકળ્યાં.. નહેરૂનું નામ બોલવાની સાથે સાથે તમે તમારા પિતાની અપેક્ષાઓમાં પણ ખોટા સાબિત થયા..એક પ્રસંગ મને યાદ આવે છે. જયારે જવાહરલાલ નહેરૂ વડાપ્રધાન હતા ત્યારે આનંદ બજાર પત્રિકા તેમની આલોચના કરતું હતું.જેતે સમયે નહેરૂની લોકપ્રિયતાને કારણે લોકોમાં પત્રિકાને લઈને રોષ હતો.આ જોઈને નહેરૂ તરત જ પત્રિકાની ઓફીસે ગયા અને લેખ લખવા બદલ પત્રિકાને અભિનંદન આપ્યાં હતા.હવે જે નહેરૂએ કહયું હતું, તે ચાવડા યાદ રાખજો.. નહેરૂએ આનંદ બજાર પત્રિકાને કહ્યું કે “લોકતંત્રમાં પત્રકાર સવાલ નહીં પુછે તો કોણ સવાલ કરશે? સવાલો અમને કરતા જ રહેજો..” આ નોંધ ખુદ નહેરૂએ પત્રિકાની ઓફીસમાં કરી છે.જવાહર ચાવડા પત્રકારો સવાલ કરે છે.તેવું કહેતા પહેલા આનંદ બજાર પત્રિકાની ઓફીસમાં જઈને આ નોંધ જોઈ આવજો તો તમારા પિતાને પણ ગમશે..કે દિકરો નેહુરૂને વાંચતો થયો..બાકી આજે તેમનો પણ આત્મા દુભાતો હશે કે મે કેવા જવાહરની કલ્પના કરી હતી અને કેવો મળ્યો…
અહીંયા પત્રકારોએ એક થવાની જરૂર છે.આજે આપણે સવાલ કરીએ છીએ તો આપણે પાકિસ્તાનથી આવ્યાં છીએ.આપણે ફલાણી પાર્ટીના વતી વાત કરીએ છીએ..તમારૂ ગોઠવાયું નથી..વગેરે વગેરે સંબોધનથી આપણને સન્માનીત કરવામાં આવે છે.આ પરિસ્થિતિમાં આપણે કામ કરીએ છીએ તેમ છતાં આપણને ભાજપના મંત્રી મંચ પરથી ગાળો બોલે છે.આપણે એક થઈને જવાહર ચાવડાનો અસલી ચહેરો લોકો સામે મુકવો પડશે.કેમ ભાજપના વફાદાર ધારાસભ્યો હાંસીયામાં છે અને પોતે ગદ્દાર છે તે પુરવાર કરીને ભાજપમાં આવેલા ચાવડા સીધાજ મંત્રી કેમ બની ગયા તે લોકોને બતાવવું પડશે.ભક્તો સોશીયલ મીડીયા મારફતે આપણા પર હુમલા કરશે પણ આપણે આ પરિસ્થિતિમાં પણ કામ કરવા ટેવાયેલા છીએ તે બતાવવાનો સમય આવી ગયો છે.ચાવડાને હજું ધારાસભ્યની ચુંટણી જીતવાની છે.આપણે તેમનો અસલી ચહેરો મતદાતાઓ સમક્ષ મુકીશું.જેથી સ્વચ્છ ચુંટણી થાય.
જવાહર ચાવડા એક સલાહ આપું છું.તમે કોંગ્રેસમાંથી કેમ ભાજપમાં આવ્યાં તેવા પત્રકારોના પ્રશ્નોથી તમે અસહજતા અનુભવો છો તો તમારી જેમજ કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને મંત્રી બનેલા કુંવરજી બાવળીયાને મે ખુદ જયારે આ પ્રશ્ન પુછયો ત્યારે તેમણે શુ જવાબ આપ્યો હતો તે સાંભળી લેજો..યુ ટુબ પર છેજ.તમારી સોશીયલ મીડીયાની આર્મીની મદદ લો…આ બ્લોગ લખી રહ્યો હતો ત્યારે જ જવાહર ચાવડાની માફીનો વીડિયો પણ સામે આવ્યો જેમાં તેઓ પોતાનું નિવેદન તળપદી ભાષામાં હોવાનું કહી રહ્યા છે..આ વીડિયોનું પણ સન્માન કરીને એ જ તળપદી ભાષામાં હું જવાહર ચાવડાને કહું છું “રાંડ્યા પછીનું ડ્હાપણ”
અંતમાં મુખ્યમંત્રી પાસે એક સ્પષ્ટતાની અપેક્ષા રાખુ છે.તેમણે આ તબક્કે સ્પષ્ટતા કરવી જોઈએ કે જવાહર ચાવડાની માનસિક સ્થિતિ પહેલાથી જ આવી છે કે ભાજપમાં જોડાયા પછી થઈ છે.વિજયભાઈની સ્પષ્ટતાની પ્રતિક્ષા સાથે જવાહર ચાવડા માટે હું ઈશ્વરને પ્રાર્થના કરૂ છું કે હે ઈશ્વર ચાવડાને સદબુદ્ધી આપો…….