ભાજપી સમર્થકો રસ્તે ઉતર્યા: હાલના સાંસદની ટિકિટ કાપો, તેણે કામ કર્યું જ નથી

Published on: 6:04 am, Sun, 24 March 19

લોકસભા ચૂંટણીમાં ભાજપ વિકાસથી વધુ હિંદુ મુસ્લિમ અને પાકિસ્તાનથી જોડાયેલા મુદ્દા ઉપર ફોકસ કરી રહી છે. અને જ્યારે વિકાસ ન થયો હોવાને કારણે સામાન્ય જનતા સરકારનો વિરોધ કરીને સામાપક્ષે મતદાન કરીને ભાજપને કારમી હાર આપે તો નવાઈ નહીં. ભાજપ માટે ચિંતાનો વિષય એટલે છે કારણકે, હવે સામાન્ય જનતાની સાથે સાથે ભાજપના સમર્થકો પણ કેન્દ્રની મોદી સરકારને સબક શીખવવા ના મૂડ માં હોય એવું લાગી રહ્યું છે.

જેની એક ઝલક ઉત્તરપ્રદેશના મેરઠમાં જોવા મળી મેં રચના sisauli ગામની આજુબાજુના લોકો વિસ્તારમાં વિકાસના કામો નથી થયા. જેના કારણે ખૂબ જ નારાજ ચાલી રહ્યા છે. વિરોધનો સ્તર એટલો છે કે, ભાજપના હાલના સાંસદ રાજેન્દ્ર અગ્રવાલ વિરુદ્ધ ચૂંટણી લડવાનો પણ જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

મેરઠ ના સીસોલી ગામમાં શનિવારે મહાપંચાયત બોલાવવામાં આવી અને ભાજપ સમર્થકોએ ભાજપના ચાલુ સાંસદ ચૂંટણી લડી રહ્યા છે. તેનો વિરોધ કર્યો ભાજપના સમર્થકોએ મહાપંચાયતમાં નિર્ણય લીધો કે જો પાર્ટી હાલના સાંસદ ને અહીંયાંથી ચૂંટણીના મેદાનમાં થી હટાવવામાં આવશે નહીં તો તેઓ નોટાનો ઉપયોગ કરશે. તેમનું કહેવું છે કે, આ વિસ્તારમાં વિકાસ થયો નથી અને હાલના સાંસદ રાજેન્દ્ર અગ્રવાલ કોઈ દિવસ આ ગામમાં આવ્યા નથી.

આ પહેલા 21 માર્ચે ભાજપે જે યાદી જાહેર કરી હતી. જેમાં રાજેન્દ્ર અગ્રવાલ ને ફરી એકવાર આ સીટ પર લોકસભાની ટિકિટ આપવાની જાહેરાત થઈ છે. જેવી આ ખબર આસપાસના વિસ્તારોમાં ફેલાઈ ત્યારથી લોકો અહીંયા વિરોધ કરી રહ્યા છે. વિસ્તારમાં રાજેન્દ્ર અગ્રવાલ વિરુદ્ધ બેનરો લગાવવામાં આવ્યા છે, જેમાં લખાયું છે કે રાજેન્દ્ર અગ્રવાલને વોટ નહીં આપતા. સીસોલી ગામના અને આજુબાજુના વિસ્તારોમાં હજુ પણ આ બેનરો લાગેલા જોવા મળી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જે નેતાને અમે બે વાર સાંસદ આવ્યા તેમ છતાં તેઓ અહીંયા રોડ બનાવી શક્યા નથી.