ગુજરાત(GUJARAT): રાજ્યમાં આવેલા રાજકોટમાં ડાયરેક્ટર (DGFT) જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસના ટોચના અધિકારી જવરીમલ બિશ્નોઈ (jawarimal bishnoi) 5 લાખ રૂપિયાની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા બાદ તેણે આપઘાત કરી લીધાની ઘટના સામે આવી હતી.
જો કે હવે એનાથી પણ મોટો હાહાકાર મચ્યો કે હાલમાં આ ચર્ચાસ્પદ કેસમાં મૃતકનાં પુત્ર આદિત્ય બિશ્નોઇએ ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટને પત્ર લખ્યો છે. આ પત્ર એટલો બધો હંગામો મચાવ રહ્યો છે કે આખું ક્રાઈમ બ્રાન્ચ પણ ધ્રુજી ઉઠ્યું છે. કારણ કે આ પત્ર અનેક ખળભળાટ મચાવી શકે તેવી વાતો પણ લખવામાં આવી છે.
સીબીઆઇના અધિકારીઓ સામે હત્યાનો ગુનો નોંધાવો જોઇએ ત્યાં સુધીની વાતનો આ પત્રમાં ઉલ્લેખ છે. લખ્યું છે કે, સીબીઆઇના અધિકારીઓ જ્યારે ઘરે સર્ચ કરી રહ્યા હતા તે દરમિયાન કહ્યું હતું કે, “તું તારા પિતાનું મોઢું ક્યારેય જોઇ નહીં શકે. તારા પિતાએ મોટી રાજકીય વગ ધરાવતા વ્યક્તિ સાથે માથાકૂટ કરી છે એટલે એને પતાવવા જ પડશે.”
આ ઉપરાંત આદિત્યએ પત્રમાં લખ્યું કે, સીબીઆઇના અધિકારીઓ તેમના ઘરે ઘુસીને અસભ્ય વર્તન કરતા. ઘરનું તાળું તોડીને અંદર ઘુસી ગયા અને તેઓ રૂપિયા ભરેલો થેલો બહારથી લાવીને સીબીઆઈના અધિકારીઓ કોરા કાગળમાં સહી કરાવવા ઇચ્છતા હતા. સીબીઆઇના અધિકારીઓએ સ્પીકર ફોનમાં તેના પિતા સાથે વાત કરી હતી ત્યારે તેના પિતા પરિવારને વચ્ચે ન લાવવાની પણ આજીજી કરતા હોવાનો ઉલ્લેખ છે.
જો કે, અધિકારી જવરીમલ બિશ્નોઈના પત્ની સીબીઆઈ (CBI) ને થાપ આપવામાં ખુબજ માહેર નીકળી છે. ત્યાર બાદ સીબીઆઈ તપાસ કર્યા છતાય 50 લાખ શોધી શકી નહીં. ત્યારે જવરીમલ બિશ્નોઈએ આપઘાત કરી લીધો ત્યારે તેની પત્નીએ રૂપિયા 50 લાખની રોકડ અને ચાંદીના સિક્કાનું પોટલું સામેના ફલેટની ગેલેરીમાં ફેંકી દીધું હતું. હાલ સીબીઆઈએ આ પૈસા અને ચાંદીના સિક્કાનું પોટલું જપ્ત કરી લીધું છે.
આટલું જ નહી જવરીમલની ઓફિસે દરોડા પડ્યા બાદ અને એક રોકડનું પોટલું ઘરેથી પકડાયા બાદ બીજી રોકડનું પોટલું 12 કલાક સુધી જવરીમલની પત્નીએ સીબીઆઈથી છુપાવ્યુ હતું અને સીબીઆઈને હાથતાળી આપવામાં સફળ રહી હતી. જયારે જવરીમલ બિશ્નોઈની ઓફિસે શુક્રવારે દરોડા પડ્યા હોવાની જાણ થઇ ત્યારે પરિવારજનો ઘરમાં મૂકેલા નાણાં સગેવગે કરવામાં લાગી ગયા હતા. ત્યારે જવરીમલની પત્નીએ રૂપિયા 55 લાખની રોકડનું એક પોટલું ગેલેરીમાંથી નીચે ફેંકયું હતું જે જે લઇને તેનો દીકરો ભાગવા જતો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.