ભાજપમાંથી રાજીનામું આપનાર દિગ્ગજ નેતાનો હુંકાર- AAPમાં જોડાવવા મુદ્દે કહ્યું, હું કેજરીવાલને મળું એટલે…

ગુજરાત(Gujarat): રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે(Jay Narayan Vyas) ભાજપ(BJP)માંથી રાજીનામું આપી દીધું છે. જયનારાયણ વ્યાસે સિદ્ધપુર બેઠક માટે ભાજપની સેન્સ…

ગુજરાત(Gujarat): રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે(Jay Narayan Vyas) ભાજપ(BJP)માંથી રાજીનામું આપી દીધું છે. જયનારાયણ વ્યાસે સિદ્ધપુર બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. પરંતુ તેમની ટિકિટ અંગે નકારાત્મક ચર્ચાઓનો દોર ચાલ્યો હતો. ત્યારબાદ તેઓ જયનારાયણ વ્યાસ અશોક ગેહલોત(Ashok Gehlot)ને મળ્યા હતા. જોકે શુક્રવારેના રોજ મોડી રાતે જ જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપ્યાની વાત વહેતી થઈ ગઈ હતી.

પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસે જણાવતા કહ્યું હતું કે, મેં 32 વર્ષ ભાજપ સાથે ગાળ્યા વિતાવ્યા છે. મને ભાજપ સાથે કોઇ વાંધો નથી. પરંતુ જિલ્લામાં એક તરફી ચાલવાના વલણથી હું ખુબ નારાજ છું. મે અગાઉ પણ સીઆર પાટીલને વાત કરી તો તેમણે પણ આ બધામાં રસ લઈને બધુ સમુ સુથરૂ કર્યુ હતું. પણ દર વખતે મારા કાર્યકરોની અવગણના થાય અને કોઈ ઝઘડા થાય તેમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને કહેવું મારા મતે યોગ્ય નથી. જેના કારણે મેં અગાઉ પણ વિચાર્યું હતું કે એના કરતા હું જાતે જ વચ્ચેથી નીકળી જાવ તો સારું છે. પરંતુ આ વખતે તો પાટણ જિલ્લા ભાજપના પ્રમુખ છે તેમનું જે રીતનું વલણ છે, એટલું જ નહીં, અમારા બીજા એક આગેવાન છે કેસરી પટેલ, જેના કારણે મને સતત ફરિયાદીની સ્થિતિમાં રાખી રહ્યા છે અને મારા કાર્યકરોને સતત અન્યાય થાય આ પ્રકારની પાટણમાં બેસેલા ચારથી પાંચ જેટલા લોકો અન્યાય કરી રહ્યા છે.

જયનારાયણ વ્યાસે વધુમાં જણાવતા કહ્યું હતું કે, હું પાટણ જિલ્લા ભાજપથી કંટાળી ગયો છું. પાટણ જિલ્લા ભાજપમાં ટાંટિયાખેંચ ચાલી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસમાંથી આવેલા નેતાઓએ મને કાયમી ફરિયાદી બનાવ્યો છે. પાટણ જિલ્લામાં એક તરફી કામગીરી થતો હોવાનો આરોપ પણ જયનારાયણ વ્યાસ દ્વારા લગાવવામાં આવ્યો છે.

જયનારાયણ વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે, હું કેજરીવાલને મળું એટલે આપમાં જઈશ તેમાં કોઈ તથ્ય નથી. ભાજપ સાથે મને કોઈ સંઘર્ષ નથી. પરંતુ હા હું અપક્ષ તરીકે ચૂંટણી નહી લડું. હાલ કંઈ પાર્ટીમાં જઈશ તે પણ મે નક્કી નથી કર્યું નથી. કાર્યકરો જે નક્કી કરશે તે પાર્ટીમાંથી ચુંટણી લડીશ. તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, કોંગ્રેસમાંથી આવેલા નેતાઓએ મને કાયમી ફરિયાદી બનાવ્યો છે. આજે હું કાર્યકરો અને સમર્થકો સાથે વાત કરી આગામી નિર્ણય લઈશ.

જયનારાયણ વ્યાસે ભારપૂર્વક જણાવતા કહ્યું હતું કે, હું ચુંટણી લડીશ. ઉમેરતા કહ્યું હતું કે, સિધ્ધપુરના ગરીબ લોકો માટે કામ કરવા રાજકારણમાં આવ્યો છું. મારા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં બન્નેમાં દ્વાર ખુલ્લા છે. દરેક પાર્ટીના નેતાઓ મારે ત્યાં આવે છે. કોંગ્રેસ અને આપ બન્ને પાર્ટીઓમાં જવાના મારી પાસે વિકલ્પ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *