હાલમાં સમગ્ર ગુજરાતમાં કોરોના કેસ વધતા જોવા મળી રહ્યા છે. એમ અપન ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. હાલમાં હવે અમદાવાદમાં કોરોનાના કેસમાં ઘટડો જોવા મળી રહ્યો છે જે એક સારી વાત છે પરંતુ બીજી તરફ સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. જે હવે ચિંતાનો વિષય બન્યો છે.
સુરતમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસને ધ્યાનમાં રાખી આજે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ સુરતની મુલાકાતે આવ્યા છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સતત વધી રહેલા આ કેસોને ધ્યાનમાં રાખી તમામ સુવિધાઓ અંગે અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ સાથે સુપરસ્પ્રેડની સંભાવનાઓની આશંકા વ્યક્ત કરી હતી અને પ્રાઇવેટ લેબમાં કોરોના ટેસ્ટિંગની કિંમત ઓછી કરવા અંગે ઈશારો આપ્યો હતો.
સુરતમાં ખાસ કરીને કતારગામ વિસ્તારમાં સૌથી વધુ કેસ વધી રહ્યા છે. જેમાં રત્ન કલાકારોને વધુ કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે. આ અંગે જયંતિ રવિએ પાહી મુલાકાતમાં જણાવ્યું હતું કે, ત્યાં હાલ સર્વેલન્સની કામગીરી વધારવામાં આવી છે. મેડિકલ તપાસ સહિત સ્ક્રીનિંગની કામગીરી પણ વધારવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું છે. સાથે આયુષ મંત્રાલય દ્વારા જે દિશા નિર્દેશને દવાઓ અંગે જાણકારી આપવામાં આવી છે તે પણ આપવામાં આવી રહી છે. વધુમાં અન્ય રાજ્યની મુકાબલે ગુજરાતમાં પ્રાઇવેટ લેબમાં કોરોના ટેસ્ટિંગની કિંમત વધારે હોવા પર તેઓએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન છે તેની લેખિતની રાહ સરકાર જોઇ રહી છે અને કેન્દ્ર સરકાર દ્વારા નિર્દેશ આપવામાં આવશે. ત્યારબાદ આ ટેસ્ટની કિંમત ઓછી કરવા અંગે કાર્યવાહી હાથ ધરાશે.
અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા પણ જયંતિ રવિ સુરતની મુલાકતે આવ્યા હતા. સુપરસ્પ્રેડરની સંભાવનાઓ અંગે જયંતિ રવિએ જણાવ્યું હતું કે, વધારે લોકો જ્યારે સંપર્કમાં આવે ત્યારે તેની શક્યતા વધે છે. જેથી સ્ક્રિનિંગ સર્વેલન્સ વધારવાની જરૂરિયાત છે અને કોરોનાના લક્ષણો દેખાતા સમયસર સારવાર કરવામાં આવે. સુરત સિવિલમાં કોરોના વોર્ડની ખરાબ પરિસ્થિતિ અંગે તેઓએ જણાવ્યું હતું કે, સિવિલના ડોકટરો સાથે ચર્ચા કરવામાં આવી છે. જેથી કરી તેઓને બચાવી શકાય. લોકો સારવારમાં વિલંબ ના કરે અને તાત્કાલિક સારવાર કરાવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news