આજકાલ સોશિયલ મીડિયા પર JCB કી ખુદાઇ ટ્રેંડમાં ચાલી રહ્યું છે.આના પરથી સ્પષ્ટ છેકે ભારતમાં કેટલા લોકો ફ્રી છે. આ હેશટેગ ટ્રેંડમાં લાવવા બદલ ખુદ JCB કંપનીએ ટ્વીટ કરી આભાર માન્યો હતો. JCB એ એવુ મશીન છે જે દરરોજ ક્યાંકને ક્યાક રોડ, મેદાન કે કંસ્ટ્રંક્શન સાઇટ પર ખોદકામ કરતું જોવા મળી રહે છે. દેશમાં ઘણા લોકો JCBનું કામ જોવા માટે એકઠા થઇ જતા હોય છે. ચાલો JCBથી જોડાયેલી કેટલીક રસપ્રદ બાબતો જાણીએ.
JCB બ્રિટનની ઇક્વિપમેંટ નિર્માણ કરતી કંપની છે. જેની હેડ ઓફીસ અમેરીકાના રોસેસ્ટર, સ્ટૈફર્ડ શહેરમાં છે. તેના પ્લાંટ દુનિયાભરના અલગ અલગ 4 મહાદ્વિપોમાં છે.
JCB કંપનીનું નામ તેના ફાઉન્ડર જોસેફ સીરિલ બેમફોર્ડના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે.
1948માં JCBમાં 6 વધુ લોકો સામેલ થયા હતા અને તેમણે હાઇડ્રોલિક ટીપિંગ ટ્રેલર પર કામ શરૂ કર્યું હતું. હાઇડ્રોલિક આર્મ ટ્રેક્ટર એ સમયે કંપનીની પ્રથમ કોમર્શિયલ ઇક્વિપમેંટ હતું.
બેકહો લોડર જે આજે JCB ટ્રેંડમાં છે, આ એક ખોદકામ કરવાનું મશીન છે. બેકહો લોડર તેનું ઔદ્યોગિક નામ છે. આને પહેલીવાર 1953માં JCB કંપની દ્વારા રજુ કરવામાં આવ્યું હતું.
1978માં JCBએ લોડર મશીનની શરૂઆત કરી હતી, જેનો ઉપયોગ સામાન લોડ કરવા માટે થાય છે.
દુનિયાભરમાં જેટલા પણ JCB મશીન તૈયાર કરવામાં આવે છે તેમને બનાવ્યા પછી 400થી વધારે તેના ક્વોલિટી તપાસ પરીક્ષણ કરવામાં આવે છે.
JCBના બધા જ મશીનો પીળા રંગના હોય છે, તેનું મુખ્ય કારણ એછેકે તેઓ કંસ્ટ્રક્શન સાઇટ ઉપર સહેલાઇથી દેખાઇ શકે. દુનિયાભરમાં લગભગ 11000 લોકો JCB કંપનીમાં કામ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.