મંત્રીપદ ના શપથ લેતી વખતે મનસુખ માંડવિયાનો ચહેરો કેમ થઇ ગયો લાલચોળ? જાણો કારણ?

નરેન્દ્ર મોદી-2માં સતતબીજી વખત રાજ્યકક્ષાના મંત્રીના શપથ લેતી વખતે હરખ પદૂડા બનેલા મનસુખ માંડવિયાએ શપથ લેવામાં ભૂલ કરતાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને ટપાર્યા હતા. એટલું…

નરેન્દ્ર મોદી-2માં સતતબીજી વખત રાજ્યકક્ષાના મંત્રીના શપથ લેતી વખતે હરખ પદૂડા બનેલા મનસુખ માંડવિયાએ શપથ લેવામાં ભૂલ કરતાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને ટપાર્યા હતા. એટલું જ નહીં, કેવી રીતે શપથ લેવા તે બાબતે પણ રાષ્ટ્રપતિ કોવિંદે માર્ગદર્શન આપ્યું હતું. આ સંજોગોમાં બે ઘડી ડઘાઈ ગયા બાદ માંડવિયાએ સ્વસ્થતા કેળવી હતી અને રાષ્ટ્રપતિના સૂચન પ્રમાણે શપથવિધિ પૂર્ણ કરી હતી.

શપથવિધિના પ્રોટોકોલ મુજબ કોઈ પણ મંત્રી હિન્દી ભાષામાં શપથ લેવાના હોય તો રાષ્ટ્રપતિ પહેલા ‘મેં’ શબ્દ બોલતા હોય છે. આ પછી જે-તે મંત્રીએ ‘મેં’ શબ્દથી શપથનું ઉચ્ચારણ શરૂ કરીને પોતાનું નામ પાછળ બોલીને શપથ લેવાના હોય છે.

પરંતુ માંડવિયા કોઈ કારણસર આ પ્રક્રિયા ભૂલી ગયા અને થયું એવું કે કોવિંદ ‘મે’ શબ્દ બોલ્યા તે પછી પોતે પહેલાં ‘મેં’ શબ્દ બોલવાને બદલે માંડવિયાએ સીધે-સીધું “મનસુખ માંડવિયા ઈશ્વર કી…” બોલી કાઢ્યું હતું. જો કે, રાષ્ટ્રપતિએ સંપૂર્ણ સ્વસ્થતા સાથે બે વખત મંત્રીજી… મંત્રીજી… બોલીને માંડવિયાને અટકાવ્યા હતા અને પહેલા ‘મેં’ શબ્દ બોલવા કહ્યું હતું. આમ કર્યા બાદ માંડવિયાએ શપથવિધિ પૂરી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *