બેસ્ટ એકટરનો એવોર્ડ લઇ જેઠાલાલે સૌથી પહેલા ‘જય સ્વામિનારાયણ’ કહી આ બે મહાપુરુષોનો માન્યો આભાર

છેલ્લા 14 વર્ષથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Tarak Mehta Ka Ulta Chashma) શો દેશના સેકંડો લોકોના દિલમાં રાજ કરી રહ્યો છે. હાલમાં જ એક…

છેલ્લા 14 વર્ષથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Tarak Mehta Ka Ulta Chashma) શો દેશના સેકંડો લોકોના દિલમાં રાજ કરી રહ્યો છે. હાલમાં જ એક એવોર્ડ શોમાં તારક મહેતા શો ના દિલો ધડકન જેઠાલાલને ‘બેસ્ટ પોપ્યુલર એક્ટર’નો ખિતાબ મળ્યો હતો. આટલું જ નહીં, દિલીપ જોશી ઉફ્રે જેઠાલાલે (Dilip Joshi, Jethalal) સૌથી પહેલા ‘જય સ્વામિનારાયણ’ કહીને દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો.

આવું પહેલી વાર નથી બન્યું, આ પહેલા પણ દિલીપભાઈ જોશી ગમે તેટલા ભવ્ય કાર્યક્રમના સ્ટેજ ઉપર એવોર્ડ લેવા ગયા હોય, તેઓ સૌથી પહેલા તેમના ગુરુનું નામ લઈ, સૌને જય સ્વામિનારાયણ કહેવાનું ક્યારેય ભૂલતા નથી. હાલમાં જ થયેલા એક એવોર્ડ શોમાં આ પરંપરા ફરી એક વખત દોહરાઈ હતી.

તમને જણાવી દઈએ કે, દિલીપ જોશી વર્ષો થી બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) સાથે જોડાયેલા છે. આજથી વર્ષો પહેલા દિલીપ જોશી પ્રમુખસ્વામી મહારાજના દર્શન કરી સત્સંગી થયા હતા. તે દિવસથી આજ દિવસ સુધી દિલીપભાઈ જોશી દરરોજ પૂજા કરે છે, સાથોસાથ દરેક અગિયારસ અને તહેવારોમાં ઉપવાસ પણ કરે છે.

એવોર્ડ લઈને દિલીપ જોશીએ જણાવ્યું હતું કે, સૌપ્રથમ હું મારા ગુરુ પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ નો આભાર વ્યક્ત કરું છું. તેઓ જણાવ્યું હતું કે, છેલ્લા 14 વર્ષથી શો ચાલવો, એ કોઈ સામાન્ય વાત નથી. આ પાછળ કોઈને કોઈક ચમત્કારી શક્તિ કામ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *