ખેડૂતપુત્રએ ‘ક્રિકેટ જગત’ માં હાંસિલ કરી અનોખી સિદ્ધિ – આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં થઇ પસંદગી

ગુજરાત(Gujarat): અમરેલી(Amreli) જીલ્લાના નાનકડા એવા દામનગર(Damnagar) ગામના સામાન્ય ખેડૂત પરિવારનો પુત્ર જિલ નારોલા(Jil Narola) દભાલી ચેમ્પિયનથી લઈ આંતરરાજ્યથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ(International cricket) ટીમ સુધી પહોચ્યો છે અને એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.

મહત્વનું છે કે, દામનગરના ખેડૂત મોહનભાઇ મુળજીભાઈ નારોલા પરિવારના પૌત્ર મનસુખભાઇ ધનજીભાઈ નારોલાનો પુત્ર જિલ મનસુખભાઇ નારોલાની ખેલાડી ક્રિકેટ ટીમ અમરેલી, વડોદરા, અમદાવાદ, મુંબઈ, કલકતા, નાસિક, શિરડી, ગુજરાત ક્રિકેટ ટીમમાં રમ્યો હતો. ત્યારબાદ દિલ્હી ટીમ સાથે પસંદગી પામ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ઉલ્લેખનીય છે કે, જિલ મનસુખભાઇ નારોલા એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે. ખુબ જ મહેનત અને સંઘર્ષને કારણે આંતરરાજ્ય ક્રિકેટ ટીમથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમ સુધી સ્થાન પામી પોતાના પરિવાર, ગામ સહીત સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

હવે જિલ નારોલા ભાલી ચેમ્પિયન થી લઈ રાષ્ટ્રીય સ્તરે રમવા જઈ રહ્યો છે, જે તેમના પરિવાર, ગામ અને ગુજરાત માટે ગૌરવની વાત કહી શકાય. સાહિત્ય, સંગીત, રમત, કલાએ પ્રકૃતિ ની પુત્રી છે “ચિતારો સે આગે ઔર ભી જહાં હૈ”.

સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા જિલ નારોલાનું અપાર સાહસ અંતે રંગ લાવ્યું છે. થોડા જ સાહસ ના અભાવમાં ઘણી બધી પ્રતિભા વિશ્વમાં અકાળે ઓલવાઈ જતી હોય છે ત્યારે જિલ નારોલાની ધગશ, ક્રિકેટ પ્રત્યેનો લગાવ તેમનો અદમ્ય ઉત્સાહ તેને આગામી દિવસોમાં એક સારા દેશપ્રેમી ખેલાડી તરીકે જોઈ રહી છે.

જિલ નારોલાએ ખુબ મહેનત અને સંઘર્ષ કરીએ પોતાનું, પોતાના પરિવારનું, ગામનું અને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવ લેવા જેવી બાબત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *