મુકેશ અંબાણીની મોટી જાહેરાત: ગુજરાતને મળશે સૌપ્રથમ 5G સર્વિસ- જાણો ક્યારે થશે શરૂ

Published on Trishul News at 3:18 AM, Sat, 19 January 2019

Last modified on January 19th, 2019 at 3:18 AM

હાલમાં ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટ ચાલી રહી છે. ત્યારે દેશના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ વાઈબ્રન્ટ ગુજરાતના ઉદઘાટન સમારોહમાં બોલતા કહ્યુ હતુ કે મને ગુજરાતી હોવાનો ગર્વ છે. તેમણે કહ્યુ હતું કે રિલાયન્સ દ્વારા ગુજરાતમાં અત્યાર સુધીમાં 3 લાખ કરોડ રુપિયાનુ રોકાણ કરવામાં આવ્યુ છે.અત્યાર સુધીની તમામ વાઈબ્રન્ટ સમિટમાં મને હાજર રહેવાનુ સદભાગ્ય મળ્યુ છે.જીઓના ફાઈવજી નેટવર્કથી ગુજરાતને જોડવામાં આવશે.ગુજરાત દેશનુ પહેલુ ડિજિટલ રાજ્ય બનશે.

તેમણે કહ્યુ હતુ કે ઈન્ડસ્ટ્રીઝ માટે ગુજરાત રોલ મોડેલ રહ્યુ છે.રિલાયન્સ ગુજરાતમાં રોકાણ ચાલુ રાખવા કટિબધ્ધ છે.6 કરોડ ગુજરાતીઓનુ સ્વપ્ન મારુ પણ સ્વપ્ન છે.ગુજરાતનુ યુથ શ્રેષ્ઠ છે.

રિલાયન્સ ના ફાઉન્ડર અને મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીએ ટેલિકોમ ક્ષેત્રે ક્રાંતિ સર્જી હતી અને તેમના જ પગલે ચાલીને તેમના પુત્ર મુકેશ અંબાણીએ મોબાઈલ ઇન્ટરનેટ ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. જીઓ આવ્યા બાદ કેટલીય ટેલિકોમ કંપનીઓ દ્વારા ડેટા પેકમાં અને કોલિંગ માં ઉઘાડી લૂંટ ની દુકાનો બંધ થઇ ગઈ છે.

[web_stories title=”true” class=”VK-desktop” excerpt=”false” author=”false” date=”false” archive_link=”true” archive_link_label=”View all stories” circle_size=”150″ sharp_corners=”false” image_alignment=”center” number_of_columns=”3″ number_of_stories=”3″ order=”DESC” orderby=”post_date” view=”carousel” /]

Be the first to comment on "મુકેશ અંબાણીની મોટી જાહેરાત: ગુજરાતને મળશે સૌપ્રથમ 5G સર્વિસ- જાણો ક્યારે થશે શરૂ"

Leave a comment

Your email address will not be published.


*