આજના સમયમાં મોટાભાગના લોકો ફોર-વ્હીલર લેવાનું સપનું જોઈ રહ્યા છે ત્યારે કંપનીઓ બંધ થવા લાગી હોય એવું જણાએ રહ્યું છે. હાલમાં સામે આવી રહેલ જાણકારી પ્રમાણે, અંદાજે 2 અબજ ડૉલરનું નુકસાન થયા બાદ અમેરિકન કાર કંપની ફોર્ડની ભારતીય સહયોગી ફોર્ડ ઈન્ડિયાએ પોતાના પ્લાન્ટ બંધ કરી દેનો નિર્ણય લીધો છે.
ફોર્ડ ઈન્ડિયા દ્વારા પોતાના સ્ટાફને આ વાતની જાણ કરી દેવામાં આવી છે કે, તેઓ સમગ્ર ભારત દેશમાં કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બંધ કરવા જઇ રહી છે ત્યારે ફોર્ડ ઈન્ડિયાના આ નિર્ણયથી 4000થી વધુ સ્ટાફની નોકરી જતી રહેશે. જેને કારણે બેરોજગારી ઉભી થશે.
આની સાથે જ ફોર્ડ ઈન્ડિયાના ટોપ મેનેજમેન્ટ પોતાના સ્ટાફને જણાવે છે કે, ફોર્ડ ફિગો, ફોર્ડ ફ્રીસ્ટાઇલ જેવા મોડલનું ઉત્પાદન બંધ કરવાની પ્રક્રિયા ખુબ ઝડપથી ચાલી રહી છે ત્યારે ફોર્ડ ઈન્ડિયાના મેનેજમેન્ટ દ્વારા આયોજિત ટાઉન હોલ કાર્યક્રમમાં આ વાતની જાહેરાત કરી દેવામાં આવી છે.
વેચાણ ખૂબ જ નબળું:
ફોર્ડ ઈન્ડિયાની ભારત દેશમાં બિઝનેસ સફર એટલી સારી રહી નથી. પાછલા કેટલાક વર્ષથી કંપની ભારતીય માર્કેટમાં કારના વેચાણમાં વધારો કરવામાં નિષ્ફળ નીવડી છે. આની સાથે જ ફોર્ડ ઈન્ડિયાની કારની નિકાસમાં પણ ઘટાડો થઈ રહ્યો છે તેમજ નવા પ્રોડક્ટ લોન્ચ કરવામાં મોડુ થવાને કારણે ઘરેલૂ બજારમાં ફોર્જ ઈન્ડિયાની હિસ્સેદારી ખુબ ઝડપથી ઘટી રહી છે.
ખુબ નુકસાન થયાની આશંકા:
ફોર્ડ ઈન્ડિયા દ્વારા હાલમાં જાણવા મળ્યું છે કે, ગુજરાતમાં આવેલ સાણંદમાં કંપનીનો એન્જિન પ્લાન્ટ શરુ રહેશે તેમજ ભારતના ગ્રાહકો માટે તેની સર્વિસ શરુ રહેશે. કંપની મર્કી ફોર્ડ મસ્તાંગ તથા ફોર્ડ એંડેવરને ભારતમાં વેચવા માગતી હતી. ફોર્ડ ઈન્ડિયાનો ભારતીય બિઝનેસ બંધ કરવા પાછળ કેટલાક વર્ષોથી થયેલ બે અબજ ડૉલરનું નુકસાન જવાબદાર છે.
સૌપ્રથમ આ પ્લાન્ટ બંધ થશે:
આવનાર 7 ક્વાર્ટર સુધીમાં ફોર્ડ ભારતમાં કાર બનાવતી રહેશે. કંપની પોતાના બંને પ્લાન્ટ માટે બાયર શોધી ચૂકી છે. ગુજરાતમાં આવેલ સાણંદ પ્લાન્ટમાં હાલમાં અંદાજે 10% ની ક્ષમતામાં કામ થઇ રહ્યું છે. આની સાથે જ ફોર્ડ ઈન્ડિયાનો સાણંદ પ્લાન્ટ સૌપ્રથમ બંધ થશે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આની સાથે જ ફોર્ડ ઈન્ડિયાનો ચેન્નાઇ પ્લાન્ટ વર્ષ 2022 સુધી કામ કરતો રહેશે. જેનું એકમાત્ર કારણ ગ્લોબલ ઓર્ડર પૂરુ કરવાનો તેમજ ભારતીય કામને સમેટવાની પ્રક્રિયા રહેલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.