પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ ઘરે બેઠા કરો હજારો રૂપિયાની કમાણી- છેલ્લી તારીખ પહેલા અહિયાં કરી લો અરજી

સરકાર(Government) દ્વારા નાણાં કમાવવા માટે વિવિધ માર્ગો કાઢવામાં આવી રહ્યા છે જેથી કરીને લોકોની આર્થિક કટોકટી દૂર કરી શકાય. જો તમારી પાસે નોકરી નથી અને…

સરકાર(Government) દ્વારા નાણાં કમાવવા માટે વિવિધ માર્ગો કાઢવામાં આવી રહ્યા છે જેથી કરીને લોકોની આર્થિક કટોકટી દૂર કરી શકાય. જો તમારી પાસે નોકરી નથી અને તમે પૈસા કમાવવા માટે તૈયાર છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાના છે. તમે બહુ ઓછા પૈસાનું રોકાણ કરીને મોટી કમાણી કરી શકો છો. બિઝનેસ(Business) એવો છે કે તમારે વધારે રોકાણ કરવાની પણ જરૂર નથી અને વધારે કમાણી પણ કરી શકો છો. અમે બિસ્કિટ વિશે વાત કરી રહ્યા છીએ, જેની માંગ હંમેશા રહે છે.

લોકડાઉન દરમિયાન, જ્યારે તમામ ઉદ્યોગો ખરાબ રીતે પ્રભાવિત થયો હતો તે દરમિયાન પારલે જી બિસ્કિટનું એટલું વેચાણ થયું છે કે, છેલ્લા 82 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. આવી સ્થિતિમાં, બેકરી પ્રોડક્ટ બનાવવાનું એકમ સ્થાપિત કરવું વધુ સારો વિકલ્પ બની શકે છે. જો તમે બેકરીનો ઉદ્યોગ ખોલવા ઈચ્છો છો તો મોદી સરકાર પણ આ માટે મદદ કરી રહી છે. મુદ્રા સ્કીમ હેઠળ બિઝનેસ શરૂ કરવા માટે તમારે માત્ર 1 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે.

કુલ ખર્ચના 80 ટકા સુધી સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે. આ માટે સરકારે પોતે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો છે. તમે આ બિઝનેસથી દર મહિને 40 હજાર રૂપિયાથી વધુ સરળતાથી કમાઈ શકો છો. પ્રોજેક્ટ સેટ કરવાની કુલ કિંમત રૂ. 5.36 લાખ આમાં તમારે તમારી પાસેથી માત્ર રૂ. 1 લાખનું રોકાણ કરવું પડશે. જો તમે મુદ્રા સ્કીમ હેઠળ પસંદ થયા છો, તો તમને બેંક તરફથી 2.87 લાખ રૂપિયાની ટર્મ લોન અને 1.49 લાખ રૂપિયાની વર્કિંગ કેપિટલ લોન મળશે.

પ્રોજેક્ટ હેઠળ, તમારી પાસે 500 ચોરસ મીટર સુધીની તમારી પોતાની જગ્યા હોવી જોઈએ. જો નથી  તો તે ભાડે લેવાનું રહેશે અને પ્રોજેક્ટને ફાઇલ સાથે દર્શાવવાનો રહેશે. કુલ વાર્ષિક ઉત્પાદન અને વેચાણનો અંદાજ નીચે મુજબ રૂ. 5.36 લાખ છે.

અરજી કરવા માટેની જરૂરી શરતો:
આ માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ તમે કોઈપણ બેંકમાં અરજી કરી શકો છો. આ માટે તમારે એક ફોર્મ ભરવાનું રહેશે, જેમાં આ વિગતો આપવાની રહેશે. નામ, સરનામું, વ્યવસાયનું સરનામું, શિક્ષણ, વર્તમાન આવક અને કેટલી લોનની જરૂર છે. ત્યાં કોઈ પ્રોસેસિંગ ફી અથવા ગેરંટી ફી ચૂકવવાની નથી. લોનની રકમ 5 વર્ષમાં પરત કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *