બાયડેનનો પાકિસ્તાન અને કાશ્મીર પ્રેમ ભારતને પહોચાડી શકે છે નુકસાન?- જાણો શું છે તેના વિચાર

યુ.એસ. રાષ્ટ્રપતિની ચૂંટણી 2020 માં હજી મતગણતરી ચાલી રહી છે, ત્યારે ડેમોક્રેટીક ઉમેદવાર જો બાયડેન વિજેતા તરીકે આગળ વધી રહ્યા છે અને સંભવત: દેશના આગામી રાષ્ટ્રપતિ બનશે. બહુમતી અમેરિકનોની સાથે, પાકિસ્તાન પણ બાયડેનની જીતે તેની ઇચ્છા રાખે છે. જાણો એવું શા માટે છે.

છેલ્લા ચાર વર્ષોમાં, ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ પાકિસ્તાન સામેના કડક વલણને કારણે પાકિસ્તાનને ઘણી મુશ્કેલીઓ ઉભી થઇ હતી.

બીજી તરફ, બાયડેન એક જુના રાજદ્વારી છે અને પાકિસ્તાન સાથેના તેના મિત્રતાપૂર્ણ સંબંધો છે. આ જ કારણ છે કે પાકિતન બાયડેનની જીતની ઇચ્છા રાખે છે. પાકિસ્તાની વિશ્લેષકોનો મત છે કે બાયડેન બંને દેશો વચ્ચેની મુત્સદ્દીગીરીના જૂના યુગને પરત લાવશે.

2008 માં, પાકિસ્તાને બાયડેન ને બીજા ક્રમનો સર્વોચ્ચ નાગરિક સન્માન ‘હિલાલ-એ-પાકિસ્તાન’ આપ્યો હતો. પાકિસ્તાનને 1.5 અબજ ડોલરની બિન-સૈન્ય સહાય લાવવાની દરખાસ્ત પાછળ જો બાયડેન અને સેનેટર રિચાર્ડ લ્યુગરનો હાથ હતો. બાયડેન ની સાથે લુગરને પણ ‘હિલાલ-એ-પાકિસ્તાન’ એનાયત કરાયો હતો.

પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ, આસિફ અલ ઝરદારીએ “સતત પાકિસ્તાનને ટેકો આપવા” બદલ બંનેનો આભાર માન્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પના રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળ દરમિયાન યુ.એસ. અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો બગડ્યા હતા, જેના કારણે તેઓ સારા રાજદ્વારી સબંધો બન્યા નહોતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક સાર્વજનિક મંચો પર પાકિસ્તાન વિરુદ્ધ વારવાર બોલ્યા છે.

મુસ્લિમ દેશોમાંથી આવતા નાગરિકોને અસર કરે તેવા તેમણે ઘણા કાયદા ઘડ્યા છે. તેથી, પાકિસ્તાન ઈચ્છે છે કે ટ્રમ્પ વ્હાઇટ હાઉસની બહાર નીકળી જાય.

બીજી ઘટના કે જેણે પાકિસ્તાનનું સમર્થન કર્યું તે એ છે કે જો બાયડેન કાશ્મીરીઓના સમર્થનમાં આવ્યા હતા અને કાશ્મીરના મુસ્લિમોની દુર્દશાની તુલના બાંગ્લાદેશના રોહિંગ્યા અને ચીનમાં ઉયગર મુસ્લિમો સાથે કરી હતી.

જૂન 2020 ના રોજ પ્રકાશિત નિવેદનમાં, ભારતે બંધારણની કલમ 370 રદ કર્યાના આશરે 10 મહિના પછી, બાયડેન એ નવી દિલ્હી સરકારને કાશ્મીરીઓના અધિકાર પુનસ્થાપિત કરવા કહ્યું હતું.

નિવેદનમાં લખ્યું છે કે “કાશ્મીરમાં, ભારત સરકારે કાશ્મીરના તમામ લોકો માટે અધિકાર પુનસ્થાપિત  કરવા માટે તમામ જરૂરી પગલાં ભરવા જોઈએ. શાંતિપૂર્ણ વિરોધ અટકાવવા અથવા ઇન્ટરનેટ બંધ કરવા અથવા ધીમું કરવા જેવા પ્રતિબંધો લોકશાહીને નબળી પાડે છે.”

પાકિસ્તાની નિષ્ણાતો આશા રાખી રહ્યા છે કે બાયડેનના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેના સંબંધો આજ કરતાં વધુ સારા બનશે. જો બાયડેન પદ સંભાળે તો બંને દેશો વચ્ચેના સંબંધોને નવું પરિમાણ મળી શકે છે, એમ નિષ્ણાંતો માને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *