જો ડોનાલ્ડ ટ્રમ્પ પછી આ વ્યક્તિ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બનશે તો ભારતને ખુબ ફાયદાઓ થશે- જાણો વિગતવાર

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આની સાથે થોડા જ સમયમાં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચુંટણી નજીક આવી રહી છે. ત્યારે આ ચુંટણીને લઈને હાલમાં ભારતને માટે એક આનંદનાં સમાચાર સામે આવી રહ્યાં છે. તો આવો જાણીએ ..

અમેરિકાની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર જો બિડેને જણાવતાં કહ્યું છે, કે જો તેઓ રાષ્ટ્રપતિ બનશે તો એમનું પ્રશાસન ભારત પર આવનાર તમામ ખતરાનો સામનો કરવાં માટે નવી દિલ્હીની સાથે ઉભું રહેશે. ભારતીય મૂળની કમલા હેરિસને પોતાનાં રનિંગ મેટ બનાવનાર બાઇડને ભારત તથા અમેરિકાની વચ્ચેનાં સંબંધો વધારે મજબૂત બનાવવાંની હાકલ કરી હતી.

એમણે ટ્રમ્પની H-1B વીઝા સામેની કાર્યવાહી કરવા બદલ ટીકા કરીને વચન આપ્યું હતું કે જો તેઓ રાષ્ટ્રપતિ બનશે તો ભારતીય સમુદાય પર પણ વિશ્વાસ કરતા રહેશે. 3 નવેમ્બરે યુનાઇટેડ સ્ટેટ્સમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે તથા 77 વર્ષનાં જો બિડેન હાલનાં રાષ્ટ્રપતિ તેમજ રિપબ્લિકનનાં ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને પડકાર આપી રહ્યા છે.

ભારતનાં સ્વાતંત્ર્ય દિન પર ભારતીય સમુદાયને સંબોધિત કરતાં બિડેને જણાવતાં કહ્યું હતું, કે કુલ 15 વર્ષ પહેલાં હું ભારતની સાથે ઐતિહાસિક પરમાણુ કરારને પરવાનગી અપાવવાં માટે ચાલી રહેલ પ્રયત્નોનું નેતૃત્વ પણ કર્યુ હતું. મેં તે સમયે જણાવતાં કહ્યું હતું, કે જો ભારત તથા અમેરિકા ગાઢ મિત્ર તેમજ ભાગીદાર બની જશે તો આ સમગ્ર વિશ્વ સલામત જગ્યા બની જશે.‘

બિડેને જણાવતાં કહ્યું હતું, કે જો હું રાષ્ટ્રપતિ બનીશ તો હું આગળ પણ તેમાં સંપૂર્ણ વિશ્વાસ રાખીશ. આની સાથે જ ભારતની સરહદો તથા વિસ્તારોમાં આવનાર તમામ ખતરાઓનાં સમયે પણ ઉભો રહીશ. તેમણે જણાવતાં કહ્યું, કે તેઓ બંને દેશોની વચ્ચે દ્વિમાર્ગી વેપારનાં વિસ્તરણ પર પણ કાર્ય કરશે તથા ક્લાઇમેટ ચેન્જ તેમજ વૈશ્વિક આરોગ્ય સુરક્ષા જેવાં મુદ્દાનો મળીને સામનો પણ કરશે.

ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવારોએ જણાવ્યું હતું, કે જ્યાં વિવિધતા સમાન શક્તિ હોય ત્યાં બંને લોકશાહીઓને વધુ મજબૂત બનાવવાં માટે પણ તેઓ કામ કરશે. તેમણે જણાવતાં કહ્યું, કે ભારતીય અમેરિકન લોકોની માટે એમનો સંપૂર્ણ સમર્થન પણ ચાલુ રહેશે.

મારા સાથીદારો ભારતીય છે, ઓબામા વહીવટીતંત્રે પણ મારા વહીવટમાં સૌથી વધારે ભારતીયોને જ સ્થાન આપ્યું હતું તેમજ હવે મેં પણ ભારતીય વંશનાં કમલા હેરિસને જ મારા રનિંગ મેટ તરીકેની પસંદગી પણ કરી છે. જો અમે ચુંટણી જીતીશું તો કમલા હેરિસ ભારતીય મૂળનાં પહેલા ઉપરાષ્ટ્રપતિ પણ બનશે.

નિષ્ણાતો જણાવતાં કહે છે, કે જો બિડેનને આનો ફાયદો ચોક્કસપણે મળશે, કેમ કે કમલા અશ્વેત તથા મહિલા પણ છે. ‘બ્લેક લાઇફ મેટર’ ને આધાર ન આપીને એમણે કમલા હેરિસને સીધા સામે લાવ્યા છે. જો, કે ડેમોક્રેટિક પાર્ટીમાંથી જે કુલ 5 મહિલાનાં નામ ચાલી રહ્યા હતાં એમાંથી બધી જ મહિલાઓ અશ્વેત હતી. તેમાંથી એક મહિલા એવી હતી કે જે પ્રવાસીની જ સંતાન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *