આવા જોક્સ ક્યાય નહિ સાંભળ્યા હોય.

1. દુકાનદાર : ‘ ભાઈ સાહેબ ! મેં તમને સેન્ડલોની એકે એક જોડ બતાવી દીધી. હવે એકે બાકી નથી. સ્ત્રી ગ્રાહક : ‘તો પછી પેલા ખોખામાં શું છે ? દુકાનદાર : ‘એમાં તો મારું લંચ છે. નાની છોકરીને પોતાની પાસે બોલાવીને પાદરીએ પૂછ્યું : ‘ બધાં પાસે માફી માંગતા પહેલાં આપણે શું કરવું જોઈએ ?
છોકરી : ‘પાપ કરવા જોઈએ.

2. બસમાં ઊભેલા પ્રોફેસરની દયા આવતા એક પેસેન્જરે કહ્યું, ‘સાહેબ ઊભા ઊભા થાકી જશો, બેસોને ?’ પ્રોફેસરે કહ્યું, ‘ માફ કરજો, મારે બહુ ઉતાવળ છે. હાસ્ય દરબારનું આ પાનું અહી સમાપ્ત થાય છે. આપનો અભિપ્રાય/પ્રતિભાવ ચોક્કસ જણાવો. આપ tweet, Google, Facebook પર Share અને Like પણ કરી શકો છો.

3. એક સ્ત્રી વીમા એજન્ટ પાસે ગઈ અને કહ્યું, ‘મારા પતિ મરણ પામ્યા છે એમના વીમાના નાણા મને આપો.’ વીમા એજન્ટે કહ્યું, ‘પણ વીમો ન મળે, એમણે તો આગનો વીમો ઉતરાવ્યો હતો.’ સ્ત્રી કહે ! ‘પણ મારા પતિનો અગ્નિસંસ્કાર થયો છે.

4. દુકાન પર લગાડેલું જાહેરાતનું પાટિયું કાઢી નાખવું હતું. વેપારીએ તેને કાઢી નાખવા ખૂબ મહેનત કરી પણ નીકળ્યું નહિ ત્યારે તેણે બળથી નહિ પણ કળથી કામ લેવાનું વિચાર્યું. તેણે બોર્ડ પર મોટા અક્ષરે લખ્યું, ‘આ પાટિયાને કોઈએ અડકવું નહિ.’ બીજે દિવસે બોર્ડ ત્યાં ન હતું.

5. રોજ ઝડપથી સ્ટેશને આવતા પડધમદાસ નવ ને પચીસની ફાસ્ટ ચુકી જતા. એક દિવસ સમયસર સ્ટેશને આવી પહોચ્યા. અને તે ગાડી મળી જાય તેમ હતી, છતાં ગાડીમાં ચડ્યા નહિ ત્યારે એક મિત્રે પૂછ્યું, ‘તમારે જ્યાં જવું છે ત્યાં આ ગાડી ઉભી રહેતી નથી? કેમ ચડ્યા નહિ?’ ‘રોજ ગાડી મને દગો દે છે. ‘પડધમદાસે કહ્યું, ‘આજે મેં ગાડીને દગો દીધો.’ અંગ્રેજી શાળાના એક શિક્ષકે છોકરાઓને પ્રશ્ન કર્યો, ‘જો તમને ફક્ત એક જ બુક પસંદ કરવાનું કહેવામાં આવે તો તમે કઈ બુક પસંદ કરશો?’ એક ચબરાક વિદ્યાર્થી: ‘ચેકબુક સાહેબ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *