1.પીન્ટુના સવાલોથી તેના શિક્ષક કંટાળી ગયા.
શિક્ષક : પીન્ટુ ,હું તારા સવાલોથી થાકી ગયો છું. મારું માથું ચડી ગયું છે. મારે તારા પપ્પાને મળવું પડશે.
પીન્ટુ : સાહેબ, સવારે નવથી બારમાં અને સાંજે છ થી નવમાં જ આવજો. પછી મારા પપ્પા મળતા નથી.
શિક્ષક : મારે આવવું હશે ત્યારે આવીશ. તું કેમ ઉતાવળો થાય છે?
પીન્ટુ : સાહેબ , તમારું માથું દુ:ખે છે ને મારા પપ્પા માથાના દુ:ખાવાના નિષ્ણાંત છે. ફી પણ એમની બીજા ડોક્ટર કરતા ઓછી છે.
2. સુનીલે લોન પર કાર ખરીદી.
લોનના હપ્તા ભરપાઈ ન થતાં બેન્કે કાર પાછી લઈ લીધી.
સુનીલ મનોમન બબડ્યો કે : મને આવી ખબર હોત તો લગ્ન માટે પણ મેં લોન લીધી હોત !
3. ટીચર- ભૂલ થાય અને માફી માગે એને શું કહેવાય….?
છોકરો- સમજદાર…
ટીચર- અને ભૂલ વિના માફી માગે એને….?
છોકરો- બોયફ્રેન્ડ….
4. સંતા જ્યોતિષને કુંડલી દેખાડવા માટે ગયો
જ્યોતિષઃ તારું નામ સંતા છે?
સંતાઃ હા,
જ્યોતિષઃ તારી પત્નીનું નામ ગગી છે?
સંતાઃ હા,
જ્યોતિષઃ તારે એક છોકરો અને એક છોકરી છે.
સંતાઃ હા,
જ્યોતિષઃ તેમનાં નામ પિંકી અને પપ્પુ છે?
સંતાઃ હા,
જ્યોતિષઃ તે હમણાં જ 10 કિલોગ્રામ ઘઉં ખરીદ્યા છે?
સંતા- તમે તો ખરેખર અંતર્યામી છો, મહારાજ
જ્યોતિષઃ જતો રહે અહીંથી ટાઇમ બગાડે છે મારો…હવે આવે ત્યારે કુંડલી લઇને આવજે…રાશન કાર્ડ નહીં…
5. ચીકુ અને મમ્મી:
તોફાની ચીકુએ એક વખત તેની મમ્મીને પૂછ્યું: મમ્મી તારા વાળ સફેદ કેમ થતા જાય છે?
મમ્મી: તારા એક એક તોફાન થી મારા એક એક વાળ સફેદ થતા જાય છે.
ચીકુ: હવે મને સમજાયું કે દાદીના બધા વાળ સફેદ કેમ છે!!!
6. અરે જુઓ તો ખરા – પેલી છોકરીનાં કપડાં કેવા છે!’
‘એ છોકરી નથી, છોકરો છે. અને એ મારો દિકરો છે.’
‘ઓહ એમ ! માફ કરજો, મને ખબર નહિ કે તમે જ એના બાપ હશો.’
‘બાપ નથી – હું એની મા છું !!’
7. પિતા પુત્રથી – તારો રિજ્લ્ટ શું છે ?
પુત્ર – એ પ્રિસિંપલનો દીકરો ફેલ થઈ ગયો
પિતા- તારા રિજ્લ્ટના શું થયું ?
પુત્ર – એ ડાક્ટરનો દીકરો ફેલ થઈ ગયો
પિતા- તારા રિજ્લ્ટના શું થયું ?
પુત્ર્ – શિક્ષકના દીકરા ફેલ થઈ ગયા
પિતા – ખેજાઈને હું તારો રિજ્લટ પૂછું છું
પુત્ર – તો તમે કોઈ પ્રધાનમંત્રી છો શું કે તમારા દીકરા પાસ થઈ જાય ! કેમ હિન્દુ મેરિજ એકટમાં બીજા લગ્ન માટે કાનૂન નથી કારણ કે કાનૂન 20(2)માં લખ્યુ કે માણસ એક જ ગુનાહ માટે બે વાર સજા નહી મળી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.