ઓરેન્જ કેપ હોલ્ડર બટલર સાથે ધનશ્રી વર્માનો ડાન્સ વિડીયો થયો વાયરલ

IPL: રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ટીમના અનુભવી લેગ-સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માનો (Dhanshree Varma) એક ડાન્સ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ધનશ્રી વર્મા પતિ યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) અને રાજસ્થાન રોયલ્સના ઓપનર જોસ બટલર (Jose Butler)ને ડાન્સ મૂવ્સ શીખવતી જોવા મળે છે.

IPLની ફાઇનલમાં રાજસ્થાન રોયલ્સ ભલે ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)સામે હારી ગયું હોય, પરંતુ ઓરેન્જ અને પર્પલ કેપ પર રાજસ્થાનના ખેલાડી ઓં નો કબજો હતો. આજે અમે તમને વિડીઓ બતાવવા જઈ રહ્યા છે તે વિડીયો ધનશ્રી વર્માએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર મુક્યો છે. વીડિયોમાં ચહલ અને બટલર ધનશ્રી સાથે ડાન્સ કરતા જોવા મળે છે. થોડા સમય પછી, બાજુ પર ઉભો રહીને, ચહલ પત્ની ધનશ્રી અને બટલરના ડાન્સ મૂવ્સને ધ્યાનથી જોવાનું શરૂ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9)

ત્યારબાદ બટલર ભારતીય સ્પિનર ​​ચહલના પ્રખ્યાત સ્ટેપનું પુનરાવર્તન કરતો જોવા મળે છે. ચહલ પણ બટલર સાથે સ્ટેપ કરતો જોવા મળે છે. ડાન્સ પછી, બટલર ચહલ અને ધનશ્રીને ગળે લગાવે છે. ધનશ્રીએ વીડિયોના કેપ્શનમાં લખ્યું, ‘આ અમે છીએ. ઓરેન્જ અને પર્પલ વચ્ચે પિંક.’ આ વીડિયો પહેલા ધનશ્રીએ સોશિયલ મીડિયા પર બીજી પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે બટલરની જોરદાર પ્રશંસા કરી હતી. આ સાથે ધનશ્રીએ લખ્યું હતું કે તે આ પળોને ફરી એકવાર માણવા માંગે છે. IPL દરમિયાન ધનશ્રી વર્મા પોતાના પતિ ચહલને પ્રોત્સાહિત કરવા સ્ટેડિયમમાં દેખાઈ હતી.

IPL૨૦૨૨ માં બટલરે 863 રન બનાવ્યા, ચહલે 27 વિકેટ લીધી
જોસ બટલરે IPLની આ સિઝનમાં 17 મેચમાં 149થી વધુના સ્ટ્રાઈક રેટથી સૌથી વધુ 863 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે કુલ 4 સદી ફટકારી હતી. બટલરે આઈપીએલની એક સિઝનમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલામાં પૂર્વ આરસીબી કેપ્ટન વિરાટ કોહલીના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. બીજી તરફ ચહલે 17 મેચમાં 27 વિકેટ ઝડપી હતી. ચહલ IPLની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર સ્પિનર ​​બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *