રેમડેસીવીરની કાળાબજારીમાં પકડાયેલા સુરતના બે ડોક્ટરને જજ સાહેબે ફટકારી એવી સજા જે જાણીને કહેશો બરાબર કર્યું

કોરોનાની આવી ભયંકર પરિસ્થિતિની અંદર કોરોના દર્દીઓ ને ખુબજ જરૂરી એવા રેમડેશીવીર ઈંજેકશનના કાળા બજાર કરવાના કૌભાંડમાં 2 તબીબ આરોપી અને તેની સાથે સાથે બીજા 4 આરોપીઓને લાલગેટ પોલીસે ધરપકડ કરી અને કોર્ટ માં રજૂ કર્યા. કોરોના ની આ પરિસ્થિતિમાં મેડિકલ સ્ટાફ ની અછત ને ધ્યાન માં રાખીને કોર્ટે 2 તબીબ આરોપીને શરતોને આધીન જામીન મુક્ત કરવામાં આવ્યા અને અન્ય આરોપીઓને જામીન રદ કરી જેલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો. કોર્ટે બંને તબીબ આરોપીઓને 15 દિવસ માટે નવી સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ના દર્દીઓની સેવા કરવા અને સાથે સાથે કડક જામીન શરત લાદી છે.

એ.એસ.આઈ.સહદેવ દેસાઈ લાલગેટ પોલીસના ફરિયાદી એ ગઈ તા.24 મી એપ્રિલના રોજ કોરોના પોઝિટિવ દર્દીઓને જરૂરી એવા રેમડેશીવીર ઈંજેકશનના કાળા બજાર કરવાના કૌભાંડમાં બે તબીબ આરોપી સહિત અન્ય ચાર વ્યક્તિઓની વિરુદ્ધ વિશ્વાસઘાત બદલ ફરિયાદ નોંધવી હતી.

લાલગેટ પોલીસે રેમડેશીવીર ઈંજેકશનના કાળા બજાર કરવાના કૌભાંડ માં મૂળ ભાવનગર જિલ્લાના વતની આરોપી જૈનીશ કુમાર પોપટ કાકડીયા, ભદ્રેશ બાબુ નાકરાણી, જૈમિશ ઠાકરશી જીકાદરા, મૂળ ખાંભા અમરેલી જિલ્લાના વતની ડૉ.સાહિલ વિનુ ઘોઘારી, ડો.હિતેશ ડાભી ડો.હિતેશ ડાભી તથા ભાવિન નામના આરોપીઓની ધરપકડ કરી હતી. બંને તબીબ આરોપી સહિત અન્ય 4 આરોપીઓએ ઈંજેકશનની કાળા બજારી દરમિયાન રેમડેશીવીર ઈંજેકશનના બોક્ષ મળીને કુલ 1.23 લાખની વસ્તુનો માલ કબ્જે કર્યો હતો.

લાલગેટ પોલીસે આ તમામ આરોપીઓની ધરપકડ કર્યા બાદ કોર્ટ માં રજુ કર્યા હતા. કોર્ટ માં આરોપી ડૉ.સાહિલ ઘોઘારી તથા ડૉ.હિતેશ ડાભી સાથે સાથે અન્ય આરોપીએ પણ જામીન માટે માંગ કરી હતી. જેમાં મેજીસ્ટ્રેટ આર.એ.અગ્રવાલે હાલમાં ચાલી રહી કોરોના મહામારી માં તબીબોની અછત જોવા મળી રહી હોવાથી બંને તબીબ આરોપીને રૂપિયા 15 હજાર ની શરતોને આધીન જામીન મુક્ત કરવાનો નિર્ણય લીધો.

કોર્ટે બંને તબીબ આરોપીઓને 15 દિવસ માટે નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના પેશન્ટની સેવા કરવા માટે સાથે અન્ય કડક શરતો સાથે જામીન મુક્ત કરવામાં આવ્યા. જયારે અન્ય આરોપીઓના જામીનની માંગ ને રદ કરવાં આવી અને જેલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *