ભાજપ સરકાર ભલે ગમે એટલી સંસ્કારિતાની વાતો કરે છતાં પણ એક વાત સનાતન સત્ય છે કે તેના ધારાસભ્યો કે સાંસદો કોઇ દૂધે ધોયેલા નથી. તાજેતરમાં ગુજરાતમાંથી જાહેર કરવામાં આવેલ રાજ્યસભાના ઉમેદવારો પૈકી એક ઉમેદવાર જુગલ ઠાકોર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરના જ એક ખેડૂત પરિવાર ની જમીન પચાવી પાડી વેચી મારવાનો આરોપ લાગ્યો છે. જેમાં સત્તાના જોરે જુગલ ઠાકોર ના ઈશારે વડનગરના આ મધ્યમ પરિવારના ખેડૂતની જમીન પચાવી પાડી વેચી દીધી હોવાનું ષડ્યંત્ર રચ્યું હોવાનું મનાય છે.
આ અંગે મીડિયા અહેવાલ અને મોર્નિંગ ન્યુઝ ફોકસ ને મળેલી માહિતી માંથી એવી વિગતો બહાર આવી છે કે મૂળ વડનગરના અને હાલમાં અમદાવાદ ખાતે રહેતા આશરે ૭૫ વર્ષના ખેડૂત જયંતીલાલ પટેલ ની સરકારી દફતરે નોંધાયેલી 7થી 10 વીઘા જમીન જુગલ ઠાકોર દ્વારા સત્તાના જોરે દસ્તાવેજોમાં છેડછાડ કરીને પચાવી પાડી વેચી હોવાનો જુગલ ઠાકોર પર વૃદ્ધ ખેડૂતનો આરોપ મૂક્યો છે. પોતાની જમીનને પાછી મેળવવા માટે આ વૃદ્ધ ખેડૂત ૧૭ વર્ષથી લડી રહ્યા છે. પરંતુ ભ્રષ્ટાચારનો પર્યાય બનેલી ભાજપ સરકારમાં હજુ સુધી આ ખેડૂતને ન્યાય મળેલ નથી.
જયંતીભાઈ ના પુત્રોએ વધુમાં જણાવ્યું છે કે વડનગર શહેર ની વચ્ચે આવેલી જમીન તેમના દાદા ચુનીલાલ મગનલાલ પટેલ ના નામે હતી તેમનું મોત થતા તેમના પત્ની હીરાબેન ના નામે થઇ હતી. જેમાં વારસદાર તરીકે તેમના પુત્રો 1962માં જયંતીલાલ, મહેન્દ્રભાઈ અને બાબુભાઈના ખાતેથી વારસાઈ દાખલ થઈ હતી તે ખેતીની સર્વે નંબર 2830, 28732, અને 3307/2 જમીનના ભાઈઓના ભાગે હજુ સુધી ભાગ પડેલા નથી આજે પણ ત્યાં ખેતી થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે જયંતીલાલ પટેલ ના ભાઈ બાબુભાઈ પટેલ મૂક-બધિર છે.
હીરાબેન ચુનીલાલ પટેલનું મૃત્યુ થતા તેમના હક કમી માટે વડનગર મામલતદારને અરજી કરવામાં આવી હતી. તેમનું નામ જમીન ના દસ્તાવેજ માંથી કમી તો કરાયું પરંતુ સાથે સાથે બે ભાઈ જયંતીભાઈ અને બાબુભાઈ ના હક પણ કમી કરી નાખવામાં આવ્યા હતા. બાબુભાઈ ખેતરમાં જ રહેતા હતા પણ તેઓ મૂક-બધિર હોઇ બોલી કે સાંભળી શકતા ન હતા આમ જમીન માંથી નામ રદ કરવા માટે અગાઉથી જ કાવતરું ઘડવામાં આવ્યું હોવાનું મનાય છે.
જોકે વડનગર તાલુકા કોર્ટ દ્વારા 2008માં મનાઇ હુકમ આપ્યો હોવા છતાં 2008માં હરખાજી, વીરમાજી અને બળદેવ પ્રજાપતિને નામે જમીન વેચાઇ હોવાનું પણ બહાર આવ્યું છે. જે લોકો ભાજપના રાજ્યસભાના ઉમેદવાર જુગલ ઠાકોરના નજીકના લોકો મનાય છે. ત્યાર બાદ જુગલ ઠાકોરે આ જમીન લીધી.જો કે કોર્ટ નો સ્ટે હોવા છતાં પણ ભાજપના નેતા જુગલ ઠાકોરે લોકસભાની ચૂંટણી પહેલા જમીન વેચી નાખી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના ઉમેદવાર જુગલ ઠાકોર 101 કરોડની સંપત્તિના માલિક છે. એક બાજુ નરેન્દ્ર મોદી ગરીબોની સરકાર ની વાતો કરે છે ત્યારે બીજી બાજુ આવા ઉમેદવારોને રાજ્યસભામાં મોકલી નરેન્દ્ર મોદી શું સાબિત કરવા માંગે છે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.