PM નરેન્દ્ર મોદીના આ દિગ્ગજ મંત્રીઓ લોકસભાની ચૂંટણી નથી લડી રહ્યા- જાણો કારણ

લોકસભાની ચૂંટણીમાં મોદી સરકારના ઘણાં દિગ્ગજ મંત્રીઓ ચૂંટણી નથી લડવાના. ચૂંટણી ન લડવા પાછળ બધાના પોતાના અંગત કારણો છે. આમાંથી કોઈ રાજ્ય સભાના સદસ્ય છે…

લોકસભાની ચૂંટણીમાં મોદી સરકારના ઘણાં દિગ્ગજ મંત્રીઓ ચૂંટણી નથી લડવાના. ચૂંટણી ન લડવા પાછળ બધાના પોતાના અંગત કારણો છે. આમાંથી કોઈ રાજ્ય સભાના સદસ્ય છે તો કોઈ સ્વેચ્છા ચૂંટણી નથી લડી રહ્યા. જાણો કોણ કોણ આ યાદીમાં સામેલ છે :

અરુણ જેટલી (નાણામંત્રી) :-

ભારત સરકારના નાણા મંત્રી અરુણ જેટલી આ વખતે લોકસભાની ચૂંટણી નથી લડવાના. વર્ષ 2014માં તેઓ અમૃત સરખે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. પરંતુ કેપ્ટન અમરિંદર સિંહ સામે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારબાદ તેઓ રાજ્ય સભાના સદસ્ય બની ગયા.

સુષ્મા સ્વરાજ (વિદેશ મંત્રી) :-

મધ્યપ્રદેશ ને વિદિશા લોકસભા સીટ થી બનેલા સુષ્મા સ્વરાજ ભારતના વિદેશ મંત્રી છે. તેઓ આ વખતે ચૂંટણીમાં ભાગ ન લેવાનો નિર્ણય કરી ચુક્યા છે. ત્યારબાદ વિદિશામાં રમાકાંત ભાર્ગવ ને ટિકિટ આપવામાં આવી છે.

નિર્મલા સીતારમણ (રક્ષા મંત્રી) :-

ભારતની પહેલી રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ આ પહેલા નાણા મંત્રાલયમાં રાજ્ય મંત્રી તરીકે કામ કરી રહ્યા હતા. તેઓ કર્ણાટકના રાજ્ય સભાના સદસ્ય છે અને તેમના કાર્યકાળમાં હજી ઘણો સમય બાકી છે. આ કારણે નિર્મલા સીતારમન આ વખતે ચૂંટણી નથી લડી રહ્યા.

પિયુષ ગોયલ (રેલ મંત્રી) :-

ભારત સરકારના રેલ મંત્રી પિયુષ ગોયલ 3 june 2016 ના રોજ મહારાષ્ટ્રના રાજ્ય સભાના સદસ્ય બન્યા હતા. તેઓ ભારતીય સ્ટેટ બેંક અને બેંક ઓફ બરોડામાં સરકારી સદસ્ય રહ્યા છે. આ ઉપરાંત તેઓ પાસે કોલસા મંત્રાલયનો પણ ભાર છે. તેઓએ પોતાના કાર્યકાળનો હજી અડધો જ સમય વ્યતિત કર્યો છે. આ કારણે તેઓ લોકસભાની ચૂંટણી નથી લડી રહ્યા.

પ્રકાશ જાવડેકર (માનવ સંસાધન વિકાસ મંત્રી) :-

પ્રકાશ જાવડેકર છાત્ર જીવન થી જ ભાજપ સાથે જોડાયેલા છે. વર્તમાનમાં તેઓ મહારાષ્ટ્રની રાજ્ય સભાના સદસ્ય છે. મોદી સરકારે તેમને માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયની જવાબદારી સોંપી હતી.પહેલા આ મંત્રાલય સ્મૃતિ ઈરાની સંભાળતા હતા.

ઉમા ભારતી (જળ સંસાધન,નદી વિકાસ અને ગંગા સફાઈ મંત્રી) :-

મોદી સરકારમાં જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સફાઈ મંત્રી ઉમા ભારતી વર્તમાનમાં ઝાંસીની લોકસભા થી સદસ્ય હતા. આ પહેલા તેઓ ઉત્તર પ્રદેશના ચરખારી થી વિધાયક હતા. આ લોકસભાની ચૂંટણીમાં તેઓ એ ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. તેમને લોકસભા સીટ થી ભાજપના ઉદ્યોગપતિ અનુરાગ શર્માને કેન્ડિડેટ જાહેર કરવામાં આવ્યા છે.

રામવિલાસ પાસવાન (ઉપભોક્તા મંત્રી) :-

વર્તમાનમાં બિહારના હાજીપુર થી લોકસભા સદસ્ય બનેલા રામવિલાસ પાસવાન ચૂંટણી લડવાના નથી. આસિફ થી રામવિલાસ પાસવાનના ભાઈ પશુપતિ પારસ ચૂંટણી લડશે.

ચૌધરી વિરેન્દ્રસિંહ (સ્ટીલ મંત્રી) :-

મોદી સરકારમાં મંત્રી રહેલા ચૌધરી વિરેન્દ્રસિંહ હરિયાણાથી રાજ્ય સભાના સદસ્ય છે.આ પહેલા તેઓ ગ્રામીણ વિકાસ,પંચાયતી રાજ્ય અને તેજલ ના મંત્રી રહી ચૂક્યા છે.આ વખતે ચૌધરી વિરેન્દ્ર સિંહ પોતે ચૂંટણી નહીં લડે પરંતુ તેમનો દીકરો ચૂંટણી લડશે.

ધર્મેન્દ્ર પ્રધાન (પેટ્રોલિયમ મંત્રી) :-

પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મધ્યપ્રદેશની રાજ્ય સભાના સદસ્ય છે.તેઓ માર્ચ ૨૦૧૮ માં સદસ્ય બન્યા જેથી તેમનો કાર્યકાળ હજુ બાકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *