પીએમ મોદી અને મંત્રીઓએ દેશ-વિદેશ પ્રવાસો પાછળ કેટલો ખર્ચ કર્યો? જાણો અહીં…

Published on Trishul News at 2:45 PM, Sat, 11 May 2019

Last modified on May 12th, 2019 at 3:41 AM

એક આર.ટી.આઈ. માં ખુલાસો થયો છે કે પ્રધાનમંત્રી મોદી અને તેમની મંત્રી પરિષદની ટીમે છેલ્લા પાંચ વર્ષમાં વિદેશી અને કરેલું યાત્રામાં કુલ ૩૯૭ કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આરટીઆઈ કાર્યકર્તા અનિલ ગલગલી એ પ્રધાનમંત્રી કાર્યાલયમાં આરટીઆઇ કરી હતી અને પ્રધાનમંત્રી મોદી તેમજ તેમના મંત્રી પરિષદ દ્વારા મે ૨૦૧૪ થી આજ સુધી વિદેશયાત્રા અને ઘરેલું યાત્રા માં કેટલો ખર્ચ થયો તેની જાણકારી ની માંગ કરી હતી.

મોદી સરકારે ડિસેમ્બર 2018માં રાજ્યસભામાં વિદેશયાત્રા પર થયેલા ખર્ચ વિશે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું હતું કે ચાર્ટર્ડ વિમાન, વિમાન અને દેખરેખ અને મોદીની વિદેશ યાત્રા દરમિયાન હોટલાઇન સુવિધાઓ પર કુલ 2014 થી 2018 સુધી ફક્ત ચાર વર્ષમાં 2,021 કરોડથી પણ અધિક રૂપિયાનો ખર્ચો થયો છે.

ગલગલીની આરટીઆઇમાં ખુલાસો થયો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની કેબિનેટ દ્વારા વિદેશયાત્રા પર 263 કરોડ રૂપિયા ખર્ચાય છે જ્યારે ઘરેલું યાત્રા 48 કરોડ રૂપિયા ખર્ચાય છે. આરટીઆઇમાં જાણકારી દેવામાં આવી છે કે રાજ્ય મંત્રી ઓની વિદેશ યાત્રા પર 37 કરોડનો ખર્ચો થયો છે જ્યારે ઘરેલું યાત્રા પર ૫૩ કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે.

જો કે ડિસેમ્બર, ૨૦૧૮માં રાજ્યસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્રના જવાબમાં મોદી સરકારે જણાવ્યું હતું કે જૂન, ૨૦૧૪થી અત્યાર સુધી મોદીના વિદેશ પ્રવાસ હેઠળ ચાર્ટડ ફલાઇટ, એરક્રાફ્ટની દેખભાળ અને હોટલાઇન સુવિધા પાછળ ૨૦૨૧ કરોડ રૃપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

મુંબઇના આરટીઆઇ કાર્યકરે પૂછેલા પ્રશ્રના જવાબમાં વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું છે કે મોદી અને તેમના કેબિનેટ પ્રધાનોના વિદેશ પ્રવાસ પાછળ 263 કરોડ રૃપિયા અને ડોમેસ્ટિક પ્રવાસ પાછળ 48 કરોડ રૃપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

કેબિનેટ મામલાના ભૂતાન કાર્યાલયના વરિષ્ઠ અધિકારી સતીશ ગોહિલે કહ્યું છે કે વર્ષ 2014-15 થી 2018-19 દરમિયાન પ્રધાનમંત્રી અને તેમના મંત્રીઓ દ્વારા વિદેશી અને ઘરેલું યાત્રામાં કુલ 393.58 કરોડ રૂપિયા ખર્ચાયા છે. આર ટી આઈ માં જાણવા મળ્યું કે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય મંત્રી ઓ એ કુલ 311 કરોડ રૂપિયા ખર્ચ્યા જ્યારે રાજ્યના મંત્રીઓ એ 83 કરોડો રૂપિયા ખર્ચ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

[web_stories title=”true” class=”VK-desktop” excerpt=”false” author=”false” date=”false” archive_link=”true” archive_link_label=”View all stories” circle_size=”150″ sharp_corners=”false” image_alignment=”center” number_of_columns=”3″ number_of_stories=”3″ order=”DESC” orderby=”post_date” view=”carousel” /]

Be the first to comment on "પીએમ મોદી અને મંત્રીઓએ દેશ-વિદેશ પ્રવાસો પાછળ કેટલો ખર્ચ કર્યો? જાણો અહીં…"

Leave a comment

Your email address will not be published.


*