સેક્સ કરવા કોન્ડોમ નહોતું તો અમદાવાદના આ યુવકે લિંગમાં લગાડી ફેવીક્વિક અને મળ્યું દર્દનાક મોત

અમદાવાદથી એક ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરના ફતેહવાડી વિસ્તારમાં રહેતા 25 વર્ષના એક યુવકના ભેદી સંજોગોમાં થયેલા મોતની તપાસ કરી રહેલી પોલીસે એક…

અમદાવાદથી એક ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરના ફતેહવાડી વિસ્તારમાં રહેતા 25 વર્ષના એક યુવકના ભેદી સંજોગોમાં થયેલા મોતની તપાસ કરી રહેલી પોલીસે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસના સુત્રોના જણાવ્યા અનુસાર માનવામાં આવે તો, સલમાન મિર્ઝા નામના આ યુવકે પોતાની પૂર્વ મંગેતર સાથે શારીરિક સંબંધ બાંધતી વખતે કોન્ડોમને બદલે ગુંદર જેવો કોઈ પદાર્થ ઉપયોગમાં લીધો હતો અને તેને લીધે આ વ્યક્તિનું મોત થયું હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

સલમાન મિર્ઝાને ઓળખતા કેટલાક લોકો પાસેથી પોલીસને જાણકારી મળી છે કે, તે પોતે અને તેની પૂર્વ મંગેતર ડ્રગ્સનાં શોખીન હતા અને તેઓ જુહાપુરાની એક હોટેલમાં ગયાં હતાં જ્યાં સલમાને ફિઝિકલ થતાં પહેલાં કોન્ડોમ ના હોવાને કારણે પ્રોટેક્શન તરીકે ગુંદર જેવા કોઈ પદાર્થનો ઉપયોગ કરી પોતાના શિશ્નનો આગળનો ભાગ બંધ કરી દીધો હતો.

સલમાન મિર્ઝા અને પૂર્વ મંગેતર બંને હોટેલમાં 22 જૂનનાં રોજ ગયાં હતાં. ત્યારે તેમની સાથે એક અજાણી મહિલા પણ હતી. પોલીસે તે દિવસના સીસીટીવી ચેક કર્યા હતા અને તેમાં દેખાયું હતું કે, રિક્ષામાંથી ઉતરીને સલમાન અને તેની ગર્લફ્રેન્ડ હોટેલમાં પ્રવેશી રહ્યાં છે. આ જ હોટેલમાં બીજા જ દિવસે સલમાન બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. પોલીસના સૂત્રોએ જણાવતા કહ્યું છે કે, બંનેએ હોટેલના રુમમાં ડ્રગ્સ લીધું હતું અને બાદમાં શારીરિક સબંધ બાંધવાનું  નક્કી કર્યું હતું. જોકે, તે વખતે સલમાન પાસે કોન્ડોમ ન હોવાને કારણે પ્રોટેક્શન તરીકે સલમાને ગુંદર જેવો કોઈ પદાર્થ પોતાના શિશ્નની આગળના ભાગે લગાવી દીધો હતો.

ડ્રગ્સનો બંધાણી સલમાન તેની પાસે હંમેશા ડ્રગ્સ પોતાની સાથે જ રાખતો હતો અને વ્હાઈટનર સાથે મિક્સ કરીને તેને સુંઘીને નશો કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ગુંદર જેવા પદાર્થથી પોતાના પ્રાઈવેટ પાર્ટને સીલ કરી દેતા સલમાનની તબિયત લથડી હતી. તેમના શરીરના કેટલાક અંગોએ કામ કરવાનું બંધ કરી દેતા અંતે તેમનું મોત થયું હતું. ઝોન-7ના ડીસીપી પ્રેમસુખ ડેલુએ જણાવતા કહ્યું હતું કે, મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે તે જે યુવતી સાથે હોટેલમાં ગયો હતો તેણે આ કામ કર્યું હતું. હાલ પોલીસ મૃતકના લીધેલા સેમ્પલના ફોરેન્સિક રિપોર્ટની રાહ જોઈ રહી છે.

સલમાન મિર્ઝા તેમના ઘરમાં કમાનારો એકમાત્ર વ્યક્તિ હતો. સલમાન મિર્ઝાની બહેને 25 જૂનના રોજ તેના શંકાસ્પદ મોત મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. સલમાન 23 જૂનના રોજ જુહાપુરાના અંબર ટાવર નજીક બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. યારબાદ તેનો એક મિત્ર તેમને ઘરે લઈને આવ્યો હતો. જોકે, તેની હાલત વધુ ખરાબ થતાં તેને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *