જાણવા મળ્યું છે કે, આજે સવારે 7-8 વાગ્યાની વચ્ચે મેરઠના(Meerut) પલ્લવપુરમના રહેણાંક વિસ્તારમાં (Pallavapuram area) રસ્તા પર એક દીપડો(Leopard) જોવા મળ્યો હતો. લોકોએ હોબાળો મચાવતાં દીપડો 9 ફૂટની બાઉન્ડ્રી વોલ પર ચઢીને ઘરમાં ઘૂસી ગયો હતો. દીપડો ઘરમાં ઘુસતાની સાથે જ હાહાકાર મચી ગયો હતો. મળતી માહિતી અનુસાર એ ઘર સ્વપ્નિલનું છે. તે તેના પરિવાર સાથે રહે છે. સવારે તેની માતા આભા શર્મા, પત્ની મમતા અને 2 બાળકો ઘરમાં હતા.
ઘરનો મુખ્ય દરવાજો બંધ હોવાને કારણે દીપડો 9 ફૂટ ઉંચી દિવાલ પરથી કૂદીને ઘરમાં ઘુસ્યો હતો. દીપડો ઘરમાં ઘૂસ્યાની જાણ થતાં જ રૂમના દરવાજા અંદરથી બંધ કરી દીધા હતા. દીપડો બહાર ઓટલા પર બેઠો હતો અને આખો પરિવાર એક રૂમમાં સંતાઈ ગયો હતો. તે દરમિયાન આસપાસના લોકોએ પોલીસ અને વન વિભાગને જાણ કરી હતી.
બંને ટીમ ઘરની બહાર પહોંચી ગઈ હતી. ત્યારે ઘરની અંદર પરિવારના સભ્યો સંતાયા હતા, મધ્યમાં ચિત્તો હતો અને વન વિભાગની ટીમ બહાર જાળ ગોઠવીને બેસી ગઈ હતી. ત્યારપછી લગભગ બે કલાક બાદ દીપડો ઘરની બહાર નીકળીને રોડ પર ભાગ્યો હતો, છતાં પણ તે જાળમાં ફસાઈ ગયો હતો.
દીપડાનો ગુસ્સો જોઈને વનવિભાગના કર્મચારીઓ અને પોલીસ તેની પાસે જવાની હિંમત કરી શક્યા નહોતા. દીપડો માત્ર 5 જ મિનિટ સુધી જાળમાં ફસાયેલો રહ્યો, ત્યારબાદ તે જાળમાંથી નીકળી ગયો હતો. જાળમાંથી બહાર આવતાની સાથે જ દીપડો શેરીઓમાં દોડવા લાગ્યો હતો. જેથી લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડી આવ્યા હતા. દીપડો લગભગ 10 મિનિટ સુધી અહીં-ત્યાં દોડતો રહ્યો. આ પછી દીપડો ત્યાં નજીકના ખાલી પ્લોટમાં ઝાડીઓ વચ્ચે બેસી ગયો હતો.
મળેલી માહિતી મુજબ પોલીસ, વન વિભાગ અને આસપાસના લોકો લાકડીઓ-ડંડા સાથે ઘટના સ્થળે પહોંચી ગયા છે. તે ઉપરાંત મહિલાઓ અને બાળકોએ ઘરને તાળા મારી દીધા છે. વન વિભાગ અને પોલીસની 15 ટીમો દીપડાને પકડવા રાહ જોઈ રહી છે. 100 થી વધુ સૈનિકોએ ચારે બાજુ જાળી ગોઠવી દીધી છે. તે દીપડો બહાર આવે તેની રાહ જોઈ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.