ગુજરાત(Gujarat): જૂનાગઢ(Junagadh)ના કોડીનાર(Kodinar)માં એક ગમખ્વાર અકસ્માત(Accident)ની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર કાર કૂવામાં ખાબકી(Car stuck in well) ગઇ હોવાની ઘટના સામે આવી છે. વાત કરવામાં આવે તો આખી કાર જ ઊંડા કૂવામાં ખાબકી ગઇ હતી અને આ કારમાં બે યુવાનો સવાર હતા. જેમના કરુણ મોત થયા છે. મોડી સવાર સુધી રેસ્ક્યૂની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જયારે કૂવામાં ખાબકેલી કાર અને બન્ને યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે, ગઇકાલે રાત્રે કોડીનારના ફાચરિયા ગામ પાસે કાર કૂવામાં ખાબકી ગઇ હતી. કારચાલકે કાબુ ગુમાવતા કાર કૂવામાં ખાબકી હતી. કારમાં સવાર યુવાનોના કરૂણ મોત નિપજ્યા હતા. કૂવામાં ખાબકેલી કારને બહાર કાઢવા સવારે 4 વાગ્યા સુધી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
View this post on Instagram
દુઃખદ બાબત તો એ છે કે, કારમાં 2 યુવાનો સવાર હતા અને બંનેના મૃત્યુ થયા છે. જ્યારે આ ઘટના રાત્રે 10 કલાકે બની હતી. ફાચરિયા ગામ નજીક પેટ્રોલ પંપ પાસે કાર કૂવામાં ખાબકી હતી અને બે લોકોના મોત થયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, કારચાલકે કાબુ ગુમાવતાં કાર ઊંડા કૂવામાં પડી ગઈ હતી. કારને કૂવાની બહાર કાઢવા માટે સવારે 4 કલાક સુધી રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે કુવામાંથી 2 મૃતદેહો બહાર પણ કાઢવામાં આવ્યા હતા. મૃતદેહ વડનગર ગામના યુવાનો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે અને આ ઘટનાને પગલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.