લોભિયા હોય ત્યાં ઘૂતારા ભૂખે ન મરે… જૂનાગઢમાં પૈસાની લાલચમાં અંધ થયેલા પિતા-પુત્ર પાસેથી ગઠિયાઓએ 12 લાખ પડાવી લીધા

જૂનાગઢ ગુજરાત: ગુજરાતીમાં એક કહેવત છે ‘લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે’ આ ઉક્તિ હાલ જૂનાગઢ જિલ્લામાં આવેલા માણાવદર તાલુકામાં રહેતા એક ખેડૂત પિતા પુત્ર પર સાચી સાબિત થઈ રહી છે. માણાવદર તાલુકામાં રહેતા એક ખેડૂત પિતા અને પુત્રને અંધશ્રદ્ધાની જાળમાં ફસાઈ સાધુના વેશમાં આવેલા ચાર ગઠિયાઓ છેતરી લીધા હતા. પિતા અને પુત્રને અંધશ્રદ્ધાની જાળમાં ફસાઈને ગઠિયાઓએ લાખો રૂપિયામાં પડાવી લીધા હતા.

માણાવદર તાલુકામાં આવેલા સણોસરા ગામમાં એક પિતા અને પુત્ર ખેતી કામ કરીતે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા. તેમની પાસે એક દિવસ સાધુના વેશમાં એક ગઠિયો આવ્યો અને પિતા અને પુત્રને ગાંઠિયા ખાવાનું કહી વિશ્વાસમાં લઇ લીધા હતા. પિતા અને પુત્ર વિશ્વાસમાં એટલા અંધ થઇ ગયા હતા કે, સાધુના વેશમાં આવેલા ઠગને ઓળખી શક્યા નહી.

પિતા અને પુત્રએ આ ઠગને પોતાના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું. ઠગને પિતા અને પુત્રને કહ્યું કે, તમારી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ સારી અને તમને મારા ગુરુ ફોન કરશે ત્યારે તમે રાજકોટ તેમને મળવા માટે આવજો, આવી મીઠી-મીઠી વાતો કરીને પિતા અને પુત્રને વિશ્વાસમાં લીધા હતા. ત્યાર બાદ થોડા દિવસ પછી વધુ એક સાધુનો ફોન આવ્યો અને તે સાધુને પણ પિતા અને પુત્રએ ઘરે જમવા માટે બોલાવ્યા હતા.

ત્યાર બાદ ફોન કરીને કહ્યું કે, હું તેનો ગુરુ બોલું છું તમારે પૈસાની પ્રાપ્તિ કરવી હોય તો રાજકોટ આવવું પડશે અને અહી આવીને એક વિધિ કરવી પડશે, તેવું જણાવી બંનેને રાજકોટ બોલાવ્યા હતા. ત્યાર બાદ ત્યારબાદ પિતા અને પુત્ર પૈસાની લાલચમાં આવીને ગુરુની વાત માનીને રાજકોટ ગયા હતા. રાજકોટના એક પુલ નીચે પિતા અને પુત્ર બંનેને પૈસાનો ઢગલો બતાવ્યો હતો અને તેની માટે ધૂપની ખરીદી કરવી પડે તેવું કહ્યું હતું.

આ ધૂપની ખરીદી કરવા માટે ₹12,00,000 આપવાનું કહ્યું હતું. પિતા અને પુત્ર તો પૈસાની લાલચ એટલા અંધ હતા કે ઠગોની વાતમાં આવીને પૈસા ન હોવા છતાય કટકે કટકે 6,00,000 ઠગોને આપી દીધા હતા. ત્યારબાદ તે બંનેને વિધિ માટે એક બોક્સ આપવામાં આવ્યું હતું. બોક્સ આપીને પિતા અને પુત્રને કહ્યું કે આ બોક્સની રોજે એક અગરબત્તી કરવી અને ત્યારબાદ એક યોગ્ય અને ચોક્કસ નક્ષત્રમાં જ આ બોક્સ ખોલવું.

જ્યારે તમે આ બોક્સ ખોલશો ત્યારે તમને લક્ષ્મી ની પ્રાપ્તિ થશે તેવું કહેવામાં આવ્યું હતું. પિતા અને પુત્રને કહેવામાં આવ્યું હતું કે જો 12 લાખ રૂપિયા માંગસો તો સમગ્ર પરિવાર ભસ્મ થઈ જશે. જ્યારે પરિવારે બોક્સ ખોલ્યું ત્યારે અંદરથી ખાલી કોથળા નીકળ્યા હતા. ત્યારબાદ પરિવાર પોલીસ સ્ટેશન ગયું અને આ ઢગો વિરોધ ફરિયાદ નોંધાવી હતી. લાખોના કરોડો કરવાની લાલચમાં ફસાયેલા પરિવારે પોલીસને સમગ્ર ઘટના વિશે કહ્યું અને પોલીસે ફરિયાદ નોંધ હાલ પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *