વધુ એક હનીટ્રેપનો બનાવ જૂનાગઢમાંથી સામે આવ્યો છે. જેમાં એક યુવાન પાસે પોતા ભણતરની ફી ન હોવાથી અને બીજા યુવકની પત્ની ગર્ભવતી હોવાથી તેની દવાના ખર્ચ માટે પૈસા ન હોવાથી એક યુવતીના સહારે રેલવેના કોચને ફસાવી તેની પાસેથી 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, કોચે પોલીસને માહિતી આપી હતી. તેથી હાલ યુવતી સહિત કુલ ચાર વ્યક્તિની ધડ્પકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે, સૌરાષ્ટ્ર પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી હનીટ્રેપ અને લૂટેરી દુલ્હનના ઘણા બનાવો સામે આવ્યા છે.
સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, જૂનાગઢના ધોરાજી રોડ પરના રેલવે ફાટકના કોચ મુકેશ રાઠોડને સલમાન વીશળ, બશીર સુમરા અને આર્યન ઠેબાએ પોતાની જાળમાં ફસાવ્યો હતો. જેમાં મુકેશ રાઠોડનો મિત્ર આર્યન હતો. મુકેશને લગ્ન માટે યુવતીની જરૂર હતી આ વાત તેને આર્યનને કરી હતી. આનો લાભ લઇને આર્યને પોતાના મિત્ર સલમાન વિશળ અને બશીર સુમરાને વાત કરી હતી. 3 મિત્રોએ આ વાત તેમની મહિલા મિત્ર સબીના ઉર્ફે સબુને કરી હતી. આ તમામે મુકેશને ફસાવવાનો કાવતરું ઘડ્યું હતું.
આર્યન ધોરણ-12માં કોમર્સ ક્ષેત્રમાં અભ્યાસ કરે છે. તેની પાસે ફી ભરવાના પૈસા ન હોવાથી અને મારામારીના અનેક ગુનામાં ફસાયેલ સલમાનની પત્ની ગર્ભવતી હોવાથી દવાના પૈસા માટે હનીટ્રેપનો પ્લાન તૈયાર કર્યો હતો. લૉકડાઉનને લઇને કોઈ કામ ધંધો ન હોવાથી ત્રણેયએ આવો કાવતરું ઘડવાની કબૂલાત પોલીસ સામે કરી હતી.
ટીવી જોઈને આર્યનને વિચાર આવ્યો હતો અને પોતાના મિત્ર સાથે મળી ફરિયાદીને ફસાવવાનો પ્લાન બનાવ્યો હતો. જે પ્રમાણે 25 તારીખની રાત્રે યુવતી સબુને ફાટકની ઓરડીમાં મુકેશ પાસે મોકલી હતી. ત્યારબાદ સબુએ જાતે જ પોતાના કપડાં ઉતારી નાખ્યા હતા અને મુકેશનાં કપડાં બળજબરીપૂર્વક ઉતાર્યા હતા. પ્લાન મુજબ આર્યન, સલમાન અને બશીર ત્યાં આવી ગયા હતા અને નિર્દોષ મુકેશનો યુવતી સાથેનો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.
ત્રણેયએ છરી બતાવી પાંચ લાખ રૂપિયા માંગ્યા હતા. ત્યારબાદ છેવટે 3 લાખ રૂપિયામાં સમાધાન થયું હતું. જોકે, પછી મુકેશે તરત તાલુકા પોલીસને જાણ કરતા આર્યન, સલમાન અને બશીર પોલીસે આ તમામની ધડપકડ કરી હતી. પોલીસે પૂછપરછ કરતા સબીના ઉર્ફે સબનું લોકેશન મળતા પોલીસે તેને પણ ઝડપી લીધી હતી.
લોકડાઉનને લઇને અનેક યુવાનો ગેરમાર્ગે ચડી ગયા હોય તેવા અનેક કિસ્સો સામે આવ્યા છે. પોતાની જરૂરિયાત પૂરી કરવા યુવાનો ક્રાઈમ તરફ વળે છે અને પોતાની જિંદગી બરબાદ કરી આરોપી બનીને પોતાની સાથે સાથે પરિવારની જિંદગી પણ બરબાદ કરી દેતા હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.