હાર્દિક પટેલને હાઈકોર્ટે આપ્યો ઝટકો, નહીં લડી શકે લોકસભાની ચૂંટણી

ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલ ને ખૂબ મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે હાર્દિકના ચૂંટણી લડવા ઉપર રોક લગાવી દીધી છે. હાર્દિક પટેલ ઉપર દંગા ભડકાવવાના આરોપમાં હાઈકોર્ટે આજે નિર્ણય આપ્યો છે. 2018માં કોર્ટે પાટીદાર નેતા હાર્દિક પટેલને દોષી જાહેર કરી 2 વર્ષની જેલની સજા ફટકારી હતી.

ગુજરાત લોકસભાની ચૂંટણીના નામાંકન માટેની છેલ્લી તારીખ 4 એપ્રિલ છે. હાર્દિક પટેલે કહ્યું છે કે જો તેને હાઇકોર્ટમાં ન્યાય નહીં મળે તો તે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવશે.

કોંગ્રેસમાં સદસ્ય બનવાના ચાર દિવસ પહેલા જ હાર્દિક પટેલ હાઈ કોર્ટ ને વિસનગરના ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલ ની ઓફિસમાં તોડફોડ અને તોફાન કરવા માટે થયેલી સજા હટાવવા અંગે આગ્રહ કર્યો હતો. તમને જણાવી દઈએ કે આ તોફાન 23 જુલાઈ,2015ના રોજ થયું હતું, જ્યારે હાર્દિક પટેલે પહેલીવાર પાટીદારોની રેલી કાઢી હતી.

રાજ્ય સરકારે હાર્દિકની અરજી નામંજૂર કરવા કોર્ટ પાસેથી હાર્દિક વિરુદ્ધ પુરાવા જાહેર કરવા કરવા બે વખત મંજૂરી માંગી અને કોર્ટે આપી પણ દીધી. હાર્દિકના વકીલે સરકાર દ્વારા માંગવામાં આવતા સમયનો ખુલ્લેઆમ વિરોધ કર્યો અને કહ્યું કે,’આ બાબતને લંબાવવામાં આવે છે જેથી હાર્દિક પટેલ ચૂંટણી ન લડી શકે.’

રાજ્ય સરકારે કોર્ટને હાર્દિક વિરુદ્ધ ફાટેલી 24 જેટલી એફ.આઈ.આર.નો હવાલો આપ્યો. સરકારે કહ્યું કે હાર્દિક પટેલ વારંવાર અપરાધ કર્યો છે કોર્ટ દ્વારા મળેલી જામીન ના નિયમો નું ઉલ્લંઘન છે. હાર્દિક આ વર્ષના ઓગસ્ટ મહિનામાં હાઈ કોર્ટ ને પોતાની સજા રદ કરાવવા અંગે અરજી કરી હતી પરંતુ હાઈકોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.