બે બહેનોના લગ્નમાં પહોંચે તે પહેલા જ વીરાને ભરખી ગયો કાળ, અકસ્માતમાં કરુણ મોત- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): સાયલા(Sayla) તાલુકાના હડાળા(Hadala) ગામે સગા કાકાની બે દિકરીઓના લગ્નનો બુધવારના રોજ પ્રસંગ હતો. આથી હડાળા ગામના બે સંતાનના 30 વર્ષના પિતા ભવાનભાઇ ઉર્ફે ભદાભાઇ ભીમાભાઇ કુકવાવા રાજકોટથી ચોટીલા આવી રહેલા તેમની પત્નીને તેડવા સાયલા તાલુકાનાં હડાળા ગામથી બાઇક લઇને ચોટીલા આવવા બુધવારના રોજ સવારે નીકળ્યા હતા.

મળતી માહિતી અનુસાર, આ દરમિયાન મઘરીખડાનાં બોર્ડ નજીક સામે રોંગ સાડીમાં આવતા આઇસર સાથે ધડાકાભેર અથડાતા બુધવારના રોજ સવારે અંદાજે 10 થી 10:30 સમયગાળા દરમિયાન આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અને બાઇકસવાર ભવાનભાઇનું ઘટના સ્થળે જ દર્દનાક મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે, બીજી આ ગમગીની ઘટનામાં બે બહેનોની હડાળા ગામે વિદાય પછી મૃતકના મૃતદેહને અંતિમ વિધી માટે હડાળા લઇ જવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે, મૃતકનાં સગા કાકાની બે દિકરીઓને બુધવારના રોજ લગ્ન પ્રસંગ હતો. જાન પણ આવી ગયેલી હતી અને અન્ય પ્રસંગમાં રાજકોટ ગયેલી પત્ની નંણદનાં લગ્ન હોવાને કારણે ચોટીલા આવી રહ્યા હતા. જેને તેડવા માટે યુવાન બાઇક લઇને ઘરેથી સવારે ચોટીલા આવવા નીકળી ગયો હતો .

પરંતુ કમનસીબે બહેનોને જવતલ હોમે તે પહેલા જ કાળ સમા આઇસર સાથે અકસ્માત થતા મૃત્યુ પામ્યો હતો. એક બાજુનો માર્ગ કોઇ બેરીગેટ અને આગળ ડ્રાઇર્વઝન હોવાની જાણ કરતા કોઇ સુચના વગર ડમ્પર જેવા વાહનોને  આડા ઉભા રાખીને બંધ કરી દેવામાં આવ્યો હતો. યુવાનની બાઇક પોતાની સાઇડ ઉપર હતી. પરંતુ સામેથી રોંગ સાઇડમાં આઇસર ચાલકે આવી જોરદાર ટક્કર મારી હોવાનું નજરે જોનાર લોકોએ જણાવતા કહ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, અકસ્માતનો ભોગ બનેલા યુવાનના 3 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા જેઓને એક 2.5 વર્ષ અને એક 4 માસનાં પુત્ર છે. પિતાનું મોત થતા બંન્ને બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. તેમજ નાની ઉમરે તેમની માતાએ પતિ ગુમાવતા ગામની માતમ છવાઈ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *