સાઉથની સુપરહિટ મૂવિ અર્જૂન રેડ્ડીની બોલિવુડ રિમેક ‘કબીર સિંહ’ શુક્રવારના રોજ રીલિઝ થઇ છે, જેમાં શાહિદ કપૂર મુખ્ય ભૂમિકામાં છે. ત્યારે આ ફિલ્મની પહેલા દિવસની કમાણીના આંકડા આવી ગયા છે. ફિલ્મે પહેલા દિવસે 20.21 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મ ક્રિટિક્સના મતે આ ફિલ્મના પોઝિટિવ રિવ્યૂને કારણે વિકેન્ડમાં કમાણીમાં વધારો થશે.
પહેલા દિવસે આ ફિલ્મે ‘પદમાવત’નો રૅકોર્ડ તોડી નાખ્યો છે, જેની પહેલા દિવસની કમાણી 19 કરોડ હતી અને ‘ગલી બોય’નો પણ 19.40 કરોડનો રૅકોર્ડ તોડી નાખ્યો છે. 2019ની પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરવાનો રૅકોર્ડ ‘ભારત’ ફિલ્મના નામે જ છે, જેણે પહેલા દિવસે 42.30 કરોડની કમાણી કરી હતી.
ફિલ્મ ‘કબીર સિંહ’ જોવા જતા પહેલા વાંચી લો આ રીવ્યૂ
શુક્રવારે રીલિઝ થયેલી શાહિદ કપૂરની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘કબીર સિંઘ’ ફિલ્મ સારી છે, પરંતુ જો તમે સાઉથની ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ જોઈ હશે તો તમને આ ફિલ્મ જોવાની મજા નહીં આવશે, કારણ કે આ ફિલ્મ તેની ડિટ્ટો કોપી છે, ત્યાં સુધી કે તેના ડાયલોગ્સ પણ સેમ છે.
જેમણે સાઉથની ફિલ્મ નથી જોઈ તેમને માટે વાત કરીએ તો સ્ટોરી કબીર રાજવીર સિંહની છે, જે IIMમાં અભ્યાસ કરે છે અને તે ત્યાંનો ટોપર છે, સાથે જ તે કોલેજની ફુટબોલ ટીમનો કેપ્ટન પણ છે. પરંતુ કબીરની માત્ર એક જ ખામી છે, તેને ગુસ્સો ખૂબ જ જલ્દી આવી જાય છે. ત્યાં સુધી કે તે કોઈનો જીવ પણ લઈ શકે છે.
પછી એના જીવનમાં થાય છે પ્રીતિની એન્ટ્રી, જે કોલેજમાં ફર્સ્ટ યરની સ્ટુડન્ટ છે. કબીરને તેની સાથે પ્રેમ થઈ જાય છે, પરંતુ બાદમાં તે બંને છૂટા પડી જાય છે અને પછી શરૂ થાય છે, કબીરનો બરબાદીના રસ્તે ચાલવાનો કિસ્સો. હવે કબીર દિવસ-રાત દારૂ પીએ છે, ગાંજાથી લઈને કોકેઈન સુધી બધુ જ કરે છે અને સાથે જ હોસ્પિટલમાં સર્જન તરીકે કામ પણ કરે છે. પછી શું થાય છે તે જાણવા માટે તો તમારે ફિલ્મ જોવા જવી પડશે.
કલાકારોની એક્ટિંગની વાત કરીએ તો શાહિદ કપૂર, કબીર સિંહના કેરેક્ટરમાં જબરદસ્ત છે. એક જીદ્દી, અડિયલ છોકરો, જે હંમેશાં ગુસ્સામાં રહે છે. આવું કેરેક્ટર પ્લે કરવું સરળ કામ નથી. તેમાં પણ વળી એક દારૂડિયાનો રોલ પ્લે કરવો એના કરતા વધારે મુશ્કેલ છે, પરંતુ શાહિદે તે કામ ખૂબ જ સરળતાથી કર્યું છે.
પ્રીતિના રોલમાં કિયારા અડવાણી સારી છે તેણે પોતાનું કેરેક્ટરને છેલ્લે સુધી પકડી રાખ્યું છે. બાકીના એક્ટરર્સ જેવાકે, સુરેશ ઓબેરોય, અર્જન બાજવા, આદિલ હુસેન, વગેરેએ પણ સારું કામ કર્યું છે. આ ઉપરાંત એક કેરેક્ટર જે તમારા દિલમાં વસી જશે, એ છે કબીરના ફ્રેન્ડ શિવાનો રોલ. એક્ટર સોહમ મજૂમદારે શિવાનો રોલ બખૂબી પ્લે કર્યો છે.
કોઈ ફિલ્મ પરફેક્ટ નથી હોતી, તેમ કબીર સિંહમાં થોડી ખામીઓ છે, પરંતુ તેન ઈગ્નોર કરી શકાય તેવી છે. આ ફિલ્મ ખાસ તો શાહિદની શાનદાર એક્ટિંગ, કિયારાની સાદગી, સોહમની મિત્રતા અને સારું મ્યુઝીક આ ફિલ્મ થિયેટરમાં જોવા જવા માટેના મહત્ત્વના કારણો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.