હેલ્લો દોસ્તો! આજ કાલ સોશિયલ મીડિયા સૌં કોઈ માટે જરૂરી બની ગયું છે. મિત્રો,સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થઈ જશે તે કંઈ કહી શકાય નહીં. હમણા જ ‘કચ્ચા બદામ’ નામ નું સોંગ પણ ખુબ હીટ રહ્યું છે. કચ્ચા બદામ સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડમાં છે. આ ગીત પછી બધાએ રીલ અને શોર્ટ વીડિયો બનાવવાનું શરૂ કર્યું. આ ગીત પટનાથી લઈને પેરિસ સુધી વાયરલ થઇ ગયું છે.
તો બીજી તરફ તેલુગુ ફિલ્મ પુષ્પાના ગીતો અને ડાયલોગ સિવાય આ દિવસોમાં સોશિયલ મીડિયાની દુનિયામાં જો કોઈ ટ્રેન્ડ સૌથી વધુ હિટ બન્યો છે તો તે છે, સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં ગમે ત્યારે કંઈ પણ વાયરલ થઈ શકે છે.
કાચી બદામના કારણે અત્યંત ગરીબ ઘરનો ભુવન બદ્યાકરે દેશ અને દુનિયામાં રાતોરાત પ્રખ્યાત થઈ ગયો. તેમના ગીતે બોલીવુડમાં પણ ઘૂમ મચાવી હતી. કાચા બદામ બાદ હવે જામફળ વેચવાની અનોખી સ્ટાઈલ સોશિયલ મીડિયાની દુનિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે. એક જામફળવાળા કાકાનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ જે રીતે જામફળ વેચી રહ્યાં છે, તે વેચવાની કળા પર પ્રશંસકો તેના દીવાના બની ગયા છે. જામફળ વેચનારા કાકાનો આ વીડિયો 27 સેકન્ડનો છે, જેમાં તેઓ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે અનોખુ ગીત ગાઈ રહ્યાં છે. તેમનો આ અંદાજ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે, જેના કારણે આ ક્લિપ સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરાઈ રહી છે.
લોકો આ જામફળ વાળા દાદાની તુલના ભુવન બદ્યાકર સાથે કરી રહ્યા છે. હાલ સુધીમાં આ વિડીઓ ખુબ વાયરલ થઇ રહ્યો છે. હજુ સુધી સત્તાવાર રીતે કોઈજ માહિતી મળી નથી કે, કાકા ક્યાંના રેહવાસી છે તેમજ તેમનું નામ કે પરિવાર વિષે પણ કોઈ માહિતી મળી નથી.
લોકો કહી રહ્યા છે, વાયરલ વીડિયો 27 સેકન્ડનો છે અને આ વિડીયો પણ ખુબ વાયરલ થશે અને લોકોને આ વિડીઓ પણ ખુબ પસંદ આવશે, વીડિયો જોયા બાદ લોકો ઘણી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. હાલ તો આ જામફળ વેચતા દાદાનું આ ગીત સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે.
યુઝર્સ અલગ અલગ કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- ‘ભાઈ, હવે તેને ફેમસ ન કરો.’ તો, અન્ય એક યુઝરે રમૂજી સ્વરમાં ટિપ્પણી કરતા લખ્યું છે, આમ કરતા-કરતા ફ્રુટ સલાડ બની જશે. અન્ય એક યુઝરનું કહેવું છે કે, બહુ જલ્દી લોકો જામફળ વાળા દદ્દુના ગીત પર મુજરા કરવા લાગશે. આ વીડિયો જોયા બાદ લોકો સતત આ જ રીતે પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એકંદરે એવું લાગે છે કે, હવે આવનારો સમય આ જામફળ-દડ્ડુનો હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.