હાલમાં કોરોનાને લઈ એક સમાચાર સામે આવી રહ્યાં છે. બોલીવુડની ફિલ્મી દુનિયા ડ્રગ્સ કેસને લઈ હાલમાં ખુબ જ ચર્ચામાં આવી રહી છે. આની સાથે જ હાલમાં બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી કાજલ અગ્રવાલને લઈ એક સમાચાર સામે આવી રહ્યાં છે.
ઘણાં સમયથી કોરોના મહામારીને લીધે ફિલ્મ ઉદ્યોગમાં ફિલ્મો બનાવવાની તો અટકી જ ગઈ હતી પરંતુ આની સાથે જ સેલિબ્રિટીઓના લગ્ન પણ અટકી ગયા હતા. હવે જ્યારે ફિલ્મ્સનાં શૂટિંગની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સેલિબ્રિટીઓએ પણ એમના લગ્નની તૈયારીની શરૂઆત કરી દીધી છે.
મળેલ જાણકારી પ્રમાણે ‘સિંઘમ’ ફિલ્મની અભિનેત્રી કાજલ અગ્રવાલ ટૂંક જ સમયમાં ઉદ્યોગપતિ ગૌતમ કીચલુની સાથે લગ્ન કરવા માટે જઈ રહી છે. મળેલ જાણકારી પ્રમાણે કાજલે ગૌતમની સાથે ઘણા સમય પહેલા સગાઈ કરી લીધી હતી તેમજ આગામી દિવસોમાં લગ્નના બંધનમાં બંધાશે.
ગૌતમ ઇન્ટિરિયર ડિઝાઇનર તથા એક ઉદ્યોગપતિ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, કાજલ તથા ગૌતમના લગ્ન મુંબઇમાં ધામધૂમથી કરવામાં આવશે. લોકડાઉન બાદ આ પહેલાં કોઈ મોટા સેલિબ્રિટીના લગ્ન થવા માટે જઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, લગ્ન કુલ 2 દિવસ સુધી ચાલશે તથા પરિવારના સભ્યો સિવાય માત્ર ખાસ મિત્રોને જ આમંત્રિત કરવામાં આવશે.
કાજલ તથા ગૌતમની વચ્ચેના સંબંધો વિશે વધુ જાણકારીમ સામે આવી રહી નથી પરંતુ આ લગ્ન અરેન્જ્ડ-લવ મેરેજ છે. અહી ઉલ્લેખનીય છે કે, વર્ષ 2004માં કાજલ અગ્રવાલે ફિલ્મ ‘ક્યૂન હો ગયા ના’ થી નાના પડદેથી શરૂઆત કરી હતી. ત્યારપછી કાજલે સાઉથ ફિલ્મ જગતમાં કામ કર્યું હતું તથા તમિલ, તેલુગુ ભાષામાં ‘મગધિરા’, ‘આર્યા 2’, ‘ડાર્લિંગ’, ‘મિસ્ટર પરફેક્ટ’, જેવી કેટલીક સુપરહિટ ફિલ્મોમાં કામ કરેલું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle