કાજલ હિન્દુસ્થાની કોંગ્રેસ પર શા માટે ભડકી? પાટીદાર દીકરી પર વિવાદ અંગે તોડ્યું મૌન, જાણો શું કહ્યું…

Kajal Hindustani: પાટીદાર સમાજની દીકરીઓ વિશે વિવાદિત ટિપ્પણી કાજલ હિન્દુસ્તાનીએ(Kajal Hindustani) મૌન તોડ્યું છે.પાટીદારની દીકરીઓ મુદ્દે કરેલા નિવેદન સામે કાજલ હિન્દુસ્તાનીએ સ્પષ્ટતા કરી છે. જેમાં…

Kajal Hindustani: પાટીદાર સમાજની દીકરીઓ વિશે વિવાદિત ટિપ્પણી કાજલ હિન્દુસ્તાનીએ(Kajal Hindustani) મૌન તોડ્યું છે.પાટીદારની દીકરીઓ મુદ્દે કરેલા નિવેદન સામે કાજલ હિન્દુસ્તાનીએ સ્પષ્ટતા કરી છે. જેમાં જણાવ્યું છે કે હું ભાગી નહિ, જાગી છુ. માત્ર ભ્રમિત કરવા વીડિયો એડિટ કરી વાયરલ કરાયો છે. હું ભાગી નથી, દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છુ. 11 મહિના પહેલા સભા હતી. તેમાં મને લવ જેહાદ મુદ્દે બોલાવનું કહ્યું હતુ.ચૂંટણીને કારણે વીડિયો એડિટ કરીને રજૂ કરવામાં આવ્યો છે.

કાજલ હિન્દુસ્તાનીએ નિવેદન આપ્યુ
પાટીદાર દીકરીઓ પર વિવાદિત નિવેદન બાદ કાજલ હિન્દુસ્થાનીએ નિવેદન આપ્યુ છે. લોકોને એમ લાગ્યું કે બહેન ડરી ગયા છે, કદાચ ફેસ નથી કરી શકતા. સાચે જ તમને લાગે છે કે હું કોઈ પણ પરિસ્થિતિથી ભાગી શકું. ત્યારે મારામાં આટલી શક્તિ છે કે દરેક પરિસ્થિતિને સહન કરી શકું છું. રાતે હું સુતી હતી ત્યારે મારા મગજમાં શું આવ્યું તે હું આપની સાથે શેર કરવા માંગુ છું. મારા આંખની સામે જે દ્રશ્ય આવતા હતા તે મહાભારતમાં દ્રૌપદી ચિરહરણ વાળું જે હતું તે દ્રશ્ય આવતું હતું.

કાજલ હિંદુસ્તાની સામે પાટીદાર સમુદાયમાં રોષ
કાજલ હિંદુસ્તાની સામે પાટીદાર સમુદાયમાં રોષ છે. જેમાં કાજલ હિંદુસ્તાનીએ કહ્યું હતુ કે પાટીદાર યુવતીઓ વિધર્મી બોયફ્રેન્ડ બનાવે છે. જેમાં પાટીદાર દીકરીઓ પર કાજલ હિંદુસ્તાનીનું વિવાદિત નિવેદન સામે આવતા વિરોધ શરૂ થયો છે. યુવતીઓ વિધર્મી બોયફ્રેન્ડને કરોડોની ગિફ્ટ આપે છે તેમ પણ જણાવ્યું હતુ. જેમાં કાજલ હિંદુસ્તાની સામે પાટીદાર સમુદાયમાં રોષ છે. વિવાદિત નિવેદન બાદ કાજલ હિંદુસ્તાનીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે બરસાતી મેંડક ચૂંટણી આવી એટલે બહાર નીકળ્યા છે. આ લોકો કોંગ્રેસ પાર્ટીથી આવીને જ્ઞાતીવાદ ફેલાવે છે. હત્યાઓ થાય છે ત્યારે કેમ સમાજ યાદ નથી આવતો. મારા નામની પાછળ જ હિંદુસ્તાની લગાવુ છું. સમાજમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરું છુ. મનોજભાઇ જેવા લોકો બહુ મોટા દુશ્મન કહેવાય.

આ સમગ્ર મામલે કાજલ હિન્દુસ્તાનીએ સો-મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, હું દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છું.હિન્દુસ્તાનીએ સ્પષ્ટતા કરી છે કે હું ભાગી નહિ, જાગી છુ. માત્ર ભ્રમિત કરવા વીડિયો એડિટ કરી વાયરલ કરાયો છે. હું ભાગી નથી, દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છુ. 11 મહિના પહેલા સભા હતી. તેમાં મને લવ જેહાદ મુદ્દે બોલાવનું કહ્યું હતુ.ચૂંટણીને કારણે વીડિયો એડિટ કરીને રજૂ કરવામાં આવ્યો છે.