Rajkot Accident: ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. જસદણમાં ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત(Rajkot Accident) થયા છે. જસદણ પાસે આવેલ બાખલવડમાં ફૂલ સ્પીડ આવતી કારે બાઈકને હડફેટે લીધું હતું. અકસ્માતમાં મામા અને બે ભાણેજના ઘટના સ્થળે મોત થયા છે. ત્યારે અન્ય એક ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોના નામ અજય સદાદિયા, કિંજલ ઓળકીયા અને માહી ઓળકીયા હોવાની માહિતી મળી છે.
મામા અને ત્રણેય ભાણેજ ફંગોળાઈને રોડ પર પટકાયા હતાં
આ ગોજારી દુર્ઘટનાની પોલીસમાંથી મળતી માહિતી મુજબ, જસદણનાં દેવપરા ગામે રહેતા અને ખેતી કામ કરતાં અજય વલ્લભભાઈ સદાદિયા નામનોયુવાન ગઈકાલે રાત્રે પોતાની ત્રણ સગી ભાણેજ માહી રણછોડભાઈ ઓળકિયા, કિંજલ રણછોડભાઈ ઓળકિયા પૂનમ રણછોડભાઈ ઓળકિયાને પોતાના બાઈકમાં બેસાડી જસદણ બેનના ઘરે મુકવા જવા નીકળ્યો હતો. આ દરમિયાન જસદણના બાખલવડ ગામે પૂરઝડપે આવતી મારૂતિ કારચાલકે બાઈકને ઠોકર મારી હતી. જેમાં મામા અને ત્રણેય ભાણેજ ફંગોળાઈને રોડ પર પટકાયા હતાં. ચાર વર્ષની ભાણેજ માહીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલ મામા અજય કોળીએ રાત્રીનાં 10 વાગ્યે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. ભાણેજ કિંજલ રણછોડભાઈ ઓળકીયાએ વહેલી સવારે ચાર વાગ્યે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.
પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
જસદણ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. તેમજ મૃતદેહને PM માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાય છે. જસદણના બાખલવડ ગામ નજીક અકસ્માત મામલે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રાત્રે અકસ્માત સર્જાતા બેના મોત થયા હતા. જેમાં ચાર વર્ષની બાળકી અને 27 વર્ષે પુરુષનું મોત થયું હતું. તેમજ આજે વધુ એક આઠ વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થયુ છે.
પીએમ માટે મૃતદેહને રાજકોટ ખસેડાયા
ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી ગઈ હતી અને મૃતકોના મૃતદેહોને પીએમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. પીએમ બાદ ત્રણેયના મૃતદેહ પરિવારને સોંપાશે. હાલ પોલીસે કારચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. એક સાથે બે ભાણેજ અને મામાના મોતથી પરિવારજનોમાં ઘેરો શોક ફેલાઈ ગયો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App