Kaliya disease in wheat crop: સૌરાષ્ટ્રમાં હાલમાં ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું છે. ઘઉંના પાકમાં હવામાનને(Kaliya disease in wheat crop) અનુરૂપ હોય છે. હવામાન અને અસર પર રોગો આવતા હોય છે. હવામાનના સતત બદલાવને કારણે તેની અસર હવે ઘઉંના પાક પર જોવા મળી છે. હાલ ઘઉંમાં ‘કાળિયા’ નામના રોગે ઉપદ્રવ મચાવ્યો છે. આ રોગથી ઘઉંનો છોડ કાળો પડી સુકાઇ જાય છે અને દાણો નબળો પડી જાય છે. આથી ઘઉંની ગુણવત્તા અને ઉત્પાદન પર મોટી અસર થાય છે.
વાતાવરણના કારણે પાક બગડ્યો
દેશના મોટાભાગના વિસ્તારોમાં ઘઉંની વાવણી પૂરી થઈ ગઈ છે. જ્યારે કેટલાક ભાગોમાં વાવણી ચાલી રહી છે. સતત વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે, ક્યારેક અચાનક ઠંડી વધી જાય તો ક્યારેક વાદળછાયું વાતાવરણ જોવા મળે છે. તો ક્યારેક તાપમાનનો પારો ઊંચો જોવા મળે છે. સવારે ઝાંકળ અને ઠંડીનો ચમકારો તો બપોરે ઉનાળા જેવો તકડો જોવા મળી રહ્યો છે. આથી વાતાવરણમાં સતત બદલાવની અસર હવે ઘઉંના પાક પર જોવા મળી છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે વીઘે 50 મણનો ઉતારો આવે તેમ હતો પણ કાળિયા રોગને કારણે માત્ર 15 મણનો જ ઉતારો આવે એવી શક્યતા છે. ખેડૂતોને નફો તો દૂરની વાત પણ વાવેતરનો ખર્ચ પણ નીકળે શકે તેમ નથી.
ખેડૂતો ચિંતામાં મુકાયા
આ ઘઉંમાં થતો મુખ્ય રોગ છે. આ રોગ જમીન, બીજ અને હવાજન્ય રોગ છે.થોડા દિવસથી અચાનક ગરમી પડતાં ઘઉંના પાકનો ઉતારો વહેલો આવવાની સંભાવના છે. ઘઉંમાં કાળિયા નામનો રોગ જોવા મળી રહ્યો હોવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હજારો રૂપિયાનો ખર્ચ અને તનતોડ મહેનત કરવા છતાં ધારણા કરતાં માત્ર 100માંથી 25 ટકા ઉતારો આવે તેવી શક્યતાને પગલે સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવે અથવા નિકાસ કરવાની છૂટ આપવામાં આવે તેવી માગ ખેડૂતોમાં ઊઠી રહી છે.
એકદમ મૂળ રોગ
આ રોગમાં છોડની બુટ્ટી કાળી થવા લાગે છે. બાદમાં છોડ સુકાઈ જાય છે. તે મોટા પાકવાળા વિસ્તારને અસર કરે છે. જેના કારણે ઘઉંની ઉત્પાદકતા ઝડપથી ઘટે છે.જો કે, જો છોડ મોટો હોય, તો આ રોગ એટલો અસરકારક નથી. છોડ નાનો હોય ત્યારે આ રોગ વધુ અસર કરે છે. તે છોડના નીચલા પાંદડા પર ફોલ્લીઓ તરીકે દેખાય છે. પાછળથી આખા પાંદડાને અસર થાય છે. જો તે વધુ પડતું વધે તો આખો છોડ મરી જાય છે.
ખેડૂતોની આશા પર કાળિયા રોગે પાણી ફેરવ્યું
કપાસના પાકનો ભાવ પણ પૂરો મળતો ન હોવાથી ખેડૂતોએ કપાસનો પાક કાઢી ઘઉંનું વાવેતર કર્યું હતું. જેમાં મોંઘા ભાવના બિયારણ અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરી ખેડૂતોએ ઘઉંનો પાક ઉછેરીને મોટો કર્યો હતો. ખેડૂતોને સારા ઉત્પાદનની આશા હતી. પણ તેમની આશા પર કાળિયા રોગે પાણી ફેરવી દીધું છે. આથી ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ છવાયો છે. ઘઉંના પાકમાં આટલું મોટું નુકસાન થવાથી ખેડૂતોને તો ‘પડ્યા પર પાટું’ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે. સરકાર દ્વારા નિકાસની છૂટ આપવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.
આ રીતે પાકની જાળવણી કરવી
આ રોગ પાછળ બીજું કારણ એ છે કે, એકમ કરતાં છોડની વધુ સંખ્યા, કમોસમી વાતાવરણ, ક્યારામાં વધુ પડતું પાણી ભરાઇ રહે ત્યારે ભેજનું પ્રમાણ વધે છે અને આ રોગને અનુકૂળ વાતાવરણ મળે અને આ રોગ ફેલાય છે. આ રોગ અટકાવવા માટે લાંબા ગાળે એકનો એક પાક વાવતા હોવ તો પાકની ફેરબદલી કરવી જોઈએ, રોગમુક્ત બિયારણની પસંદગી કરવી જોઈએ. બીજને જ્યારે વાવીએ ત્યારે ફૂગનાશક દવાનો પટ ખાસ લગાવવો જોઈએ. એક કિલોએ 3 ગ્રામ દવાનો પટ લગાવવો જોઈએ.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube