ગઈકાલે સુરતના કુખ્યાત બુટલેગર કાલુ ની અંતિમ યાત્રામાં સેંકડો લોકો ઉમટ્યા હતા. નવાગામ સાંઈનગરમાં રહેતો કાલુ ઉર્ફ શંકર નામદેવ નિકમ વર્ષો પહેલા ઉઘના ભીમનગર વસાહતમાં રહેતો હતો. ત્યારથી તે ત્યાં દારૂનો મોટા પાયે વેચાણ કરતો હતો. શનિવારે મધરાત્રે તેની પર હુમલો કરી હત્યા કરાઇ હતી કાલુના મૃતદેહને પોસ્ટ મોર્ટમ કરીને ભીમનગર વસાહતમાં લાવવામાં આવ્યો હતો. ત્યાં હજારો લોકો તેની અંતિમયાત્રામાં જોડાયા હતા. ત્યાંથી તેનો મૃતદેહ તેના ઘરે નવાગામ સાંઈનગર લાવવામાં આવ્યો હતો. ત્યાં પણ હજારો લોકો તેની અંતિમયાત્રામાં જોડાયા હતા.તેની અંતિમયાત્રાના સમયે એસઆરપી ગોઠવી દેવાઈ હતી.
આ અંતિમ યાત્રામાં જોડાયેલા સેંકડો લોકો અશ્વિની કુમાર સ્મશાન ગૃહ ખાતે પણ પહોચ્યા હતા. લોકડાઉનમાં આટલી ભીડ ત્યાં પહોચી અને વિડીયો વાઈરલ થતા પોલીસે હવે 400 સ્મશાન યાત્રીઓ પર ગુનો નોંધ્યો છે. પોલીસનું માનવું છે કે લોકડાઉન દરમિયાન કાલુ લોકોને જમાડતો હતો અને મદદ કરતો હતો એટલે લોકો અંતિમ યાત્રામાં ઉમટી પડ્યા હતા.
ડીંડોલીમાં કાલુ દારૂના ધંધાની કમાણી થી ત્યાના જુરૂરીયાત મંદને સાચવતો હોવાથી તેની લોકચાહના પણ ખુબ હતી. પોલીસે આ હત્યાના શકમંદ પાંચ આરોપીઓને પકડી લીધા છે. બુટલેગર કાલુ ની નજીકના સુત્રોનું માનીએ તો કાલુ ની સોપારી આપવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news