છેલ્લાં બે માસથી દિવસોથી ભારત દેશનાં કેટલાક ખેડૂતો નવા ખેતી કાયદાની સામે આંદોલન કરે છે. આજ રોજ ગણતંત્ર દિવસનાં અવસર પર સરકારની સામે ખેડૂતો દ્વારા ટ્રેક્ટર માર્ચ નીકાળી, એ પછી કેટલીક જગ્યાઓએ હિંસા-તોડફોડની ખબરો બહાર આવી હતી. આ બનાવ પછી કંગના રનૌત દ્વારા આ હિંસાનાં ઘણા ફોટા શેર કરતાં તેનાં માટે ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે. સિવાય કંગનાનાં હાથમાંથી છ મોટી બ્રાંડ સરકી જવાથી તેને ટ્વિટ કરીને આકરા પ્રહાર પણ કરવામાં આવ્યા છે.
કંગના રનૌત દ્વારા એક ખેડૂતની ફોટો શેર કરીને તેની વેદના સોશિયલ મીડિયા પર શેર કરીને લખવામાં આવ્યું છે કે, ‘તેઓને ખેડૂતો સામે બોલવું મોંઘુ પડી ગયું છે.’ વાસ્તવિકતા કંગના રનૌત દ્વારા આ આંદોલનનાં પ્રારંભથી જ એની વિરોધમાં લખવાનું ચાલુ કરવામાં આવી છે. તેની સાથે જ્યારે આ આંદોલન હિંસક બન્યું તો તેઓ દ્વારા તેની સાથે થયેલા વર્તનને લઇને સચ્ચાઇ દર્શાવવામાં આવી છે.
You need to explain this @diljitdosanjh @priyankachopra
Whole world is laughing at us today, yahi chahiye tha na tum logon ko!!!! Congratulations ? pic.twitter.com/ApHo5uMInO— Kangana Ranaut (@KanganaTeam) January 26, 2021
કંગના રનૌત દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે, 6 બ્રાંડે ખેડૂતો વિરુદ્ધ બોલ્યા પછી તેમના કરાર રદ કરવામાં આવે છે. કંગના દ્વારા તેનાં ટ્વિટમાં લખવામાં આવ્યું કે, ‘6 બ્રાંડે કરાર રદ કર્યા છે તેમજ મને જણાવ્યું છે કે, મેં ખેડૂતોને આતંકવાદી જણાવ્યા છે, તેથી તેઓ મને બ્રાંડ એમ્બેસેડર બનાવી શકશે નહિ. આજ રોજ હું તે બધાં ભારતનાં લોકોને કહેવા માંગુ છું જે આ રમખાણોને સમર્થન આપે છે તે પણ એક આતંકવાદી છે, તેમાં વિરોધી રાષ્ટ્રીય બ્રાંડ પણ સામેલ છે.’
Six brands cancelled contracts with me some were already signed some were closing n said I called Farmer terrorists so they can’t have me as an ambassador. Today I want to say each and every Indian who is supporting these riots is also a terrorist including anti national brands. https://t.co/JVzLO4hqEU
— Kangana Ranaut (@KanganaTeam) January 26, 2021
એ પછી કંગના દ્વારા આંદોલનને સપોર્ટ કરનાર સેલિબ્રિટીઝને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બીજા એક ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે, ‘આપે એ સમજાવવું પડશે પ્રિયંકા ચોપડા તેમજ દિલજીત દોસાંજ. આજ રોજ પૂરી દુનિયા આપણી પર હસે છે. આ જ ઇચ્છતા હતા ને તમે લોકો. શુભકામના.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle