ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara) શહેરના મકરપુરા વિસ્તારમાં કંપનીમાં બોઇલર ફાટવા(Boiler burst)ની દુર્ઘટનામાં ખંભાતના કાણીસાના માતા-પુત્રીના મોત થયા હતા જ્યારે પતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ ઘટના અંગે જાણવા મળતી માહિતી અનુસાર મકરપુરાની GIDCની એક લેબોરેટરીમાં બોઇલર ફાટતા તેના કાટમાળ નીચે ચાર કામદારોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં મૂળ કાણીસાના રહેવાસી અને કંપનીમાં નોકરી કરતા કમલેશભાઈ ચૌહાણનાં પત્ની વર્ષાબેન (ઉ. વર્ષ 34) નાની દીકરી રીયા (4)ના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતા.
આવતીકાલે આ માતા-પુત્રીના મૃતદેહને ખંભાત લાવી અંતિમવિધિ કરવામાં આવશે. રાજ્યના વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલી કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં આજે સવારે પોણા નવ વાગ્યાની આસપાસ બોઈલર ફાટવાની એક વિસ્ફોટક ઘટના બની છે. બોઈલરમાં પ્રચંડ વિસ્ફોટ થતા કંપનીમાં કામ કરતા અનેક કર્મચારીઓ દાઝ્યા તો 4 જેટલા કર્મચારીઓ જીવતા આગમાં હોમાયા છે. તમામ ઈજાગ્રસ્ત કર્મચારીઓને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર દોડી આવી હતી.
મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ચાર કર્મચારીના મોત નિપજ્યા છે. તો અંદાજે 14 જેટલા કર્મચારીઓ દાઝ્યા છે. જોકે, સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, બ્લાસ્ટની ઘટનામાં નાના બાળકો પણ દાઝ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે એક મોટો સવાલ તો એ છે કે આખરે આ કંપનીમાં બાળકો શુ કરી રહ્યા હતા?. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, આસપાસની દીવાલ પણ ધરાશયી થઈ ગઈ હતી. કંપની નજીકની દીવાલો તૂટી પડી હતી, તો નજીકના ઘરનો સામાન પણ વિખેરાઈ ગયો હતો. આ ધડાકા સાથે આસપાસના દોઢ કિમી સુધી બિલ્ડિંગોના કાચ તૂટી પડ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.