પ્રેમી સાથે મળી દીકરીએ પોતાના જ માતા પિતાને ઊંઘમાં આપ્યું દર્દનાક મોત, કરોડોની સંપત્તિ પર હતી નજર

કાનપુરમાં સોમવારે રાત્રે એક દંપતીની ઘાતકી હત્યાની ઘટનાએ સનસનાટી મચાવી દીધી હતી. પોલીસે જણાવ્યું હતું કે મુન્ના લાલ ઉત્તમ (61) અને તેની પત્ની રાજદેવી (55)ની અજાણ્યા બદમાશોએ તીક્ષ્ણ હથિયારોથી ગળું કાપીને હત્યા કરી હતી. મૃતક મુન્નાલાલ ઓર્ડિનેન્સ ફેક્ટરીના નિવૃત્ત સુપરવાઈઝર હતા અને મૃતક રાજદેવી ગૃહિણી હતી. તે બંને હત્યા સમયે દંપતીની પુત્રી કોમલ અને પુત્ર અનૂપ ઘરમાં હાજર હતા.

પોલીસે 10 કલાકમાં હત્યાનો ખુલાસો કર્યો. પોલીસનો દાવો છે કે વૃદ્ધ દંપતીની હત્યા તેમની જ પુત્રીએ કરી હતી. આ ઘટનાનો પર્દાફાશ કરવા તેણે તેના પ્રેમીની મદદ લીધી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે દંપતી તેના પ્રેમી સાથેના લગ્નનો વિરોધ કરી રહ્યા હતા. તેમજ પિતા પાસે કરોડોની મિલકત હતી, જેને પુત્રી અને તેનો પ્રેમી હડપવા માંગતા હતા, જેથી પુત્રીએ માતા-પિતાની હત્યા કરી નાખી.

પુત્રીએ સોમવારે રાત્રે તેના માતા-પિતા અને ભાઈને જ્યુસમાં નશીલો પદાર્થ ભેળવીને પીવડાવ્યો હતો. જ્યારે બધા બેહોશ થઈ ગયા, તેણીએ તેના પ્રેમીને બોલાવ્યો અને પછી માતા-પિતાનું ગળું કાપીને હત્યા કરી. ઘટના બાદ પ્રેમી જ્યારે ત્યાંથી ચાલ્યો ગયો ત્યારે દીકરીએ ખોટા નાટકો શરુ કર્યા અને બુમો પાડવા લાગી.બુમો પડતા જ આજુબાજુ વાળા યુવતી પાસે પહોચ્યા ત્યારે યુવતીએ કહ્યું ‘ત્રણ નકાબધારી લોકોએ માતા-પિતાને મારી નાખ્યા.’

અગાઉ કોમલે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે પૂછપરછ દરમિયાન કહ્યું હતું કે, “પાપા બહાર રૂમમાં સૂતા હતા. હું મારી માતા સાથે વચ્ચેના રૂમમાં સૂતી હતી. ભાઈ પહેલા માળે સૂતો હતો. હત્યા ક્યારે થઈ તે જાણી શકાયું નથી. અવાજ સાંભળીને તેણે આંખ ખોલી તો જોયું કે ત્રણ માસ્ક પહેરેલા માણસો ઘરમાંથી ભાગી રહ્યા હતા. જોકે, પોલીસે સવારે જ આશંકા વ્યક્ત કરી હતી કે હત્યારાઓ દંપતીને પહેલાથી જ ઓળખતા હતા.

જ્યાં આ ઘટના બની તે ઘર માત્ર 47 ચોરસ મીટરમાં બનેલું છે. હવે આટલી મોટી ઘટના સર્જાઈ અને ઘરમાં રહેલા દીકરા દીકરીને ઘટનાની જાણ ન હોય, આ વાત પોલીસને હજમ નહોતી થતી. કોમલ પોલીસના ઘણા સવાલોના જવાબ આપી શકી ન હતી.

મૃતદેહ મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી તો સીસીટીવી ફૂટેજમાં એક યુવક મોડી રાત્રે ઘરમાં ઘૂસતો જોવા મળ્યો હતો. અંદરથી કોઈએ દરવાજો ખોલ્યો અને તે ખટખટાવ્યા વગર અંદર પ્રવેશ્યો. લગભગ દોઢ કલાક પછી તે ઘરની બહાર આવ્યો. તે દરમિયાન તેણે મોઢું ઢાંક્યું હતું. પોલીસે જોયું કે ઘરે જતી વખતે તેના હાથમાં કંઈ નહોતું, પરંતુ પરત ફરતી વખતે તેના હાથમાં બેગ હતી.

પોલીસને કોમલના બંને હાથમાં ઈજાના નિશાન મળ્યા છે. આ સાથે તપાસમાં તેના બંને હાથ લોહીથી લથપથ જોવા મળ્યા હતા. પ્રેમીના હાથમાં પણ લોહી મળી આવ્યું છે. આટલું જ નહીં, ઘટના બાદ યુવતીએ રાત્રે જ પોતાના કપડા ધોયા હતા, તપાસમાં તે કપડામાં લોહીના ડાઘા મળી આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *