નાયબ મુખ્યમંત્રીના હાથે સન્માનિત મહિલા ઈન્સ્પેક્ટરે હની ટ્રેપમાં ફસાયેલા યુવકો પાસેથી માંગ્યા 20 લાખ રૂપિયા

ફરી એકવાર ખાકી કલંકિત થઇ છે. ડેપ્યુટી સીએમ (Deputy CM) થી સન્માનિત લેડી ઈન્સ્પેક્ટર (Lady Inspector) એ હની ટ્રેપ ગેંગમાં ફસાયેલા બે યુવકો પાસેથી મોટી રકમ માંગી ધમકી આપી હતી. આ મામલાની ફરિયાદ બાદ પોલીસ ટીમે મહિલા ઈન્સ્પેક્ટર અને એક હોમગાર્ડને રંગે હાથે ઝડપ્યા હતા.

યુપીના કાનપુરમાં પોલીસ કમિશનરની ખાસ ટીમે એક મહિલા ઈન્સ્પેક્ટર અને હોમગાર્ડની ધરપકડ કરી છે. આરોપ એ હતો કે મહિલા ઈન્સ્પેક્ટર હની ટ્રેપ ગેંગ સાથે મળીને બે યુવકો પાસેથી વીસ લાખ રૂપિયાની માંગ કરી રહી હતી.  જાલૌનના બે યુવકો ઉપેન્દ્ર સિંહ અને અમિતે આ બાબતે કમિશનરને ફરિયાદ કરી હતી. મળતી માહિતી અનુસાર જણાવા મળ્યું છે કે યોગી સરકારના પાછલા કાર્યકાળ દરમિયાન, મહિલા ઈન્સ્પેક્ટર ભુનેશ્વરી સેનને સારા કાર્યો માટે ડેપ્યુટી સીએમ કેશવ મૌર્ય દ્વારા સન્માનિત કરવામાં આવી હતી.

યુવકની ફરિયાદના આધારે કમિશનરે ટીમ બનાવી કાર્યવાહીના આદેશ આપ્યા હતા. જ્યારે પોલીસે આ બંને યુવકો સાથે દરાડો પાડ્યો ત્યારે ટીમને જોઈને આશ્ચર્ય થયું કે, વસુલી માટે ધમકી આપનાર તે જ બે ઇન્સ્પેક્ટર ભુવનેશ્વરી સિંહ અને સંજીવ વિશ્વકર્મા હતા. પોલીસે ઈન્સ્પેક્ટર પાસેથી બંને યુવકોના ઘરેણાં અને સામાન કબજે કરી લીધા હતા. કોતવાલીના એસીપી અશોક કુમાર સિંહે જણાવ્યું કે, ઉપેન્દ્ર સિંહ અને જાલૌનના અમિત સિંહ એક ફ્લેટમાં યુવતી સાથે રાત રોકાયા હતા.

મળતી માહિતી અનુસાર, વહેલી સવારે બ્રોકર રાહુલ શુક્લા સાથે મહિલા ઈન્સ્પેક્ટર ભુનેશ્વરી સિંહ અને તેના સાથી હોમગાર્ડ સંજીવ વિશ્વકર્માએ ફ્લેટ પર દરડો પાડ્યો હતો. જ્યારે યુવકોએ આટલા પૈસા આપવાની ના પાડી તો તેઓએ પોતાનો સામાન અને સોનાની વીંટી રાખી લીધી અને કહ્યું કે ઓછામાં ઓછા પાંચ લાખ રૂપિયા આપવા પડશે.

આ પછી બંને યુવકોએ કાનપુરમાં તેમના મિત્ર મારફત જોઈન્ટ કમિશનરનો સંપર્ક કર્યો અને મામલાની ફરિયાદ કરી. પોલીસે મહિલા ઈન્સ્પેક્ટર અને હોમગાર્ડને સિવિલ લાઈન્સના ફ્લેટમાંથી રંગે હાથે પકડી લીધા હતા. તેની પાસેથી ઉપેન્દ્ર અને અમિતની જ્વેલરી મળી આવી છે. પોલીસ કમિશનર વિજય સિંહ મીણાનું કહેવું છે કે ઈન્સ્પેક્ટર અને હોમગાર્ડને પંકી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે, પૂછપરછ કરવામાં આવી રહી છે. જોઈન્ટ કમિશનર આનંદ પ્રકાશ તિવારીએ કહ્યું કે અમે 2 FIR નોંધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *