પોલીસની મિલીભગતથી ગુંડાઓએ યુવકને સ્પા સેન્ટરમાં લઇ જઈને નિર્દયતાથી માર્યો ઢોર માર – જુઓ વિડીયો

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) કાનપુરમાં (Kanpur) એક સ્પા સેન્ટરની અંદર એક યુવકને નિર્દયતાથી મારવામાં આવ્યો હતો એનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કાનપુરના વેલનેસ સ્પા સેન્ટરમાં ચાર-પાંચ યુવકો અભિષેક શર્માને બેલ્ટ વડે મારી રહ્યા છે અને લાત-ઘુસા પણ મારી રહ્યા છે. આ સમગ્ર મામલામાં પોલીસની ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે અભિષેક શર્માને મારનારાઓ સામે કાર્યવાહી કરવાના બદલે તેણે પીડિત પાસે માફી પત્ર લખવામાં આવ્યો હતો.

કાનપુરના નઝીરાબાદ વિસ્તારમાં ચાલતા સ્પા સેન્ટરનો આ વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક સાથે બહેરમીથી મારપીટ કરવામાં આવી રહી છે. સ્થળ પર હાજર લોકો તેના વાળ પકડીને દીવાલ સાથે પછાડે છે અને જમીન પર ઢસડી-ઢસડીને મારી રહ્યા છે. જે સ્પા સેન્ટરમાં યુવકને મારવામાં આવ્યો હતો ત્યાંથી નઝીરાબાદ પોલીસ સ્ટેશનનું અંતર માંડ 100 મીટર છે.

આટલું જ નહિ યુવકોને મારનારા લોકો એ જ પોલીસને બોલાવ્યા હતા. યુવકને માર્યા બાદ ગુંડાઓએ જાતે જ પોલીસને બોલાવ્યા હતા. પોલીસે આવીને યુવકને મારનારા ગુંડાઓને પકડવાને બદલે તેને પકડી લીધો હતો. આ પછી, અભિષેક શર્મા તરફથી માફી લખાવવામાં આવી હતી.

આ માફી પત્રમાં તેણે લખ્યું છે કે, ‘હું વેલનેસ સ્પા સેન્ટરમાં ગયો હતો, જ્યાં મારામારી થઈ હતી, હું માફી માંગુ છું, પોલીસે કોઈ કાર્યવાહી ન કરવી જોઈએ. જ્યારે અમે નઝીરાબાદ પોલીસ સાથે વાત કરી તો તેઓએ યુવકની માફી બતાવી અને જણાવ્યું કે ઘટના સોમવારે બની હતી, બંને પક્ષોએ કોઈ ફરિયાદ કરી ન હતી, એકબીજાએ સામ-સામે માફી માંગી લીધી હતી.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *