ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. વિવાદોથી ઘેરાયેલા રહેલા સી આર પાટીલ પ્રધાનમંત્રી મોદીને પણ શરમાવીને રેલીઓ કાઢી રહ્યા છે. અને હવે આ ગંભીર ભૂલના પરિણામો પણ સામે આવી રહ્યા છે. જેથી નેતાઓમાં પણ કોરોનાનો ફફડાટ જોવા મળી રહ્યો છે.
સી આર પાટીલ સાથે ફરનારા ગુજરાત ભાજપના ત્રણ ધારાસભ્ય કોરોનાનો ચેપ લાગ્યો છે. જે પૈકી સુરત ભાજપના ધારાસભ્ય કાંતિ બલરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ધારાસભ્ય કાંતિ બલરે સુરતની કિરણ હોસ્પિટલમાં કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. તેઓ સોમનાથ પ્રવાસમાં સી આર પાટીલની સાથે જ ફર્યા હતા.
રાજકોટના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. અરવિંદ રૈયાણીની તબિયત ખરાબ હોવાથી તે છેલ્લા 5-6 દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. જ્યાં તાવ , શરદીની બીમારી હોવાથી તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. જો કે આ વાતથી ભારે ખળભળાટ મચી ગયો છે. કારણ કે ભાજપના પ્રદેશ પ્રમુખના સૌરાષ્ટ્ર પ્રવાસના દરેક કાર્યક્રમમાં અરવિંદ રૈયાણી હાજર હતા. આ દરમિયાન તેઓ સામાજિક સંસ્થાના આગેવાનો, ભાજપના કાર્યકરો સહિતના લોકોના સંપર્કમાં પણ આવ્યાં હતાં.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ C R Patil નો સૌરાષ્ટ્ર પ્રવાસ ખુબ જ ચર્ચાસ્પદ રહ્યો હતો ત્યારે ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના સાથીદારોમાં ફફડાટ પેસી ગયો છે. કારણ કે, ભાજપના પ્રદેશ પ્રમુખના માનમાં જે ગરબા રમાયા હતા તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગથી લઈને કોરોનાની મહામારીને ભૂલીને ભાજપના નેતાઓ અને કાર્યકરો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews