સુરત(ગુજરાત): પોલીસે સુરતના નાના વરાછા પોલીસ ચોકી તરફ જઇ રહેલા લારીવાળાને છોડી દેવા વિનંતી કરતા વેપારીને ઢોરમાર મારતા તે બેભાન થઇ ગયો હતો. 16મી તારીખે નાના વરાછા જલારામ સોસાયટીમાં રહેતા સ્ટીલના પાઇપના વેપારી 35 વર્ષના નરદીપસિંહ શોલુભાઈ ગોહિલ દુકાન બંધ કરીને ઘરે જઇ રહ્યા હતા. ત્યારે પોલીસવાળા એક લારીવાળાને ચોકીમાં લઇ જતા હતા. ત્યારે પોલીસને નરદીપે લારીવાળાને જવા દેવા માટે વિનંતી કરી હતી.
પોલીસે નરદીપની વાતથી ઉશ્કેરાયને તેને પણ બાઈકથી લઈને પોલીસ ચોકી લઈ ગયા હતા. પોલીસ ચોકીમાં નરદીપને ગાળો આપીને 2 પોલીસવાળા નરદીપના પગ પર ઉભા રહીને દંડાથી પગ, પેટ અને મોઢાના ભાગે ઢોરમાર માર્યો હતો.
મોઢામાંથી લોહી નીકળ્યા પછી નરદીપને તેના પિતાને ફોન કરવા દેવામાં આવ્યો હતો. થોડીવાર સુધી નરદીપ ચોકીમાં બેભાન રહ્યો હતો. નરદીપના પિતા તેને હોસ્પિટલ લઇ ગયા હતા. ધક્કા ખાધા કાપોદ્રા પોલીસે પોલીસકર્મી દિલીપ ડી રાઠોડ, સંજય કણજારિયા , જય અને હરદીપ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
પીડિતના પિતાના જણાવ્યા અનુસાર, પોલીસે 16 તારીખે માર માર્યો હતો. અમે ફરિયાદ કરવા ગયા ત્યારે પોલીસે ફરિયાદ લીધી ન હતી. ત્યારબાદ પોલીસ કમિશનરને રજુઆત કરી હોવા છતાં તરત ફરિયાદ નોંધાઇ ન હતી.
એટલું જ નહીં પોલીસ વિરુદ્ધ ફરિયાદ ન કરવા અમારા પર દબાણ નાખવામાં આવ્યું હતું. અંતે ગૃહ વિભાગને ફરિયાદ કરતા કાપોદ્રા પોલીસે સામાન્ય કલમ હેઠળ ફરિયાદ નોંધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.