સુરત(Surat): શહેરના કાપોદ્રા(Kapodra) વિસ્તારમાં એક યુવાનને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ કેસમાં સંડોવાયેલાં કાપોદ્રા પોલીસ સ્ટેશન(Kapodra Police Station)ના જ પાંચ પોલીસ કર્મચારીઓ સામે હાઇકોર્ટે ગુનો દાખલ કરવા હુકમ કર્યો હતો અને આ હુકમને આધારે આખરે પાંચેય પોલીસ કર્મીઓ પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પહેલા જેએમએફસી કોર્ટ અને સેશન્સ કોર્ટના ફરિયાદ દાખલ કરવાના હુકમ સામે પોલીસકર્મીઓ હાઇકોર્ટમાં ગયા હતા. જ્યાં હાલ આ પાંચેય પોલીસ કર્મીઓની રિવિઝનને કોર્ટ દ્વારા નકારી કાઢવામાં આવી છે. દરમિયાન આ જે કેસમાં એસીપી સી.કે. પટેલ સામે પણ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની પણ ફરિયાદ કરવામાં આવી હતી જેની સામેનો ચુકાદો પણ ટૂંક જ સમયમાં આવે એવી શક્યતા દેખાઈ રહી છે.
એક વર્ષ પહેલા મોટા વરાછાથી નરસિંહ ગોહિલ નામનો યુવક પોતાની મોટરસાયકલ પર જઈ રહ્યો હતો. ત્યારે કાપોદ્રા પોલીસના પોલીસ કર્મચારીઓ કેટલાંક યુવકોને બેફામ રીતે ઢોર માર મારી રહ્યા હતા. ત્યારે નરસિંહે ત્યાં જઇને ફક્ત એટલું જ કહ્યુ હતુ, કે ગરીબોને કેમ મારો છો તો આ સાંભળીને પોલીસ કર્મી દિલીપ રાઠોડ, સંજય કણજારીયા, જય, હરદિપસિંહ અન્ય પોલીસ કર્મીઓનો સ્ટાફ નરસિંહ પર જ તુટી પડયો હતો. બાદમાં એડવોકેટ જશવંતસિંહ વાળા દ્વારા નરસિંહે પોલીસ કર્મીઓ સામે કાનૂની લડત ચલાવી હતી અને હાલમાં આ પાંચેય પોલીસકર્મી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.