રંગીલું રાજકોટ બન્યું લોહિયાળ: સગીરા સાથે દુષ્કર્મ આચરનાર યુવકની કરી હત્યા, CCTV થયા વાઈરલ

રાજકોટ(ગુજરાત): આજકાલ હત્યાના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન, રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી વખત હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેની જાણ થતા ક્રાઈમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. તેમજ સમગ્ર મામલાને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ પણ કરવામાં આવી રહી છે. બીજી બાજુ મૃતકના પરિવારજનો દ્વારા હત્યા અંગત અદાવતના કારણે થઈ હોવાનું પોલીસને જણાવવામાં આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા પણ આ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, વિજય મેર નામનો 32 વર્ષીય યુવક પોતાના ઘર પાસે મિત્ર ગોપીની સાથે મોબાઈલમાં રમી ગેમ રમી રહ્યો હતો. આ સમયે બે જેટલા શખ્સો બાઈક પર આવ્યા હતા. જે પૈકી એક શખ્સે પોતાનું મોઢું ઢાંકી રાખ્યું હતું. જ્યારે એક શખ્સનું મોઢું ખુલ્લું હતું. અચાનક આવી ચડેલા આ શખ્સો દ્વારા વિજય મેરને છરી અને ધારિયાના ઘા મારી તેની હત્યા કરવામાં આવી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં યુવાને ઓકટોબર મહિનામાં પોતાના જ વિસ્તારમાં રહેતી એક સગીરાનું અપહરણ કર્યું હોવાનું ખુલ્યું છે. ત્યારબાદ તેને રાજસ્થાન સહિતની જગ્યાએ લઈ ગયો હતો. પોલીસ દ્વારા આખરે યુવાન અને સગીરાને માણાવદર ખાતેથી એપ્રિલ મહિનામાં ઝડપી પાડવામાં આવ્યા હતા. જે તે સમયે સગીરાના પરિવારજનોની ફરિયાદ પરથી પોલીસ દ્વારા યુવાન વિરુદ્ધ અપહરણ તેમજ ત્યારબાદ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધવાના કારણે યુવાન વિરુદ્ધ પોકસોની તેમજ દુષ્કર્મની કલમ પણ નોંધવામાં આવી હતી.

જાણવા મળ્યું છે કે, આ સમગ્ર મામલે પોલીસ દ્વારા યુવાનને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા તેને જેલ હવાલે કરવાનો હુકમ ફરમાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપી એક મહિના સુધી જેલમાં રહ્યો હોવાનું પણ હાલ પોલીસને જાણવા મળ્યું છે. ત્યારે સમગ્ર મામલે 32 વર્ષીય વિજયની હત્યા સગીરાના પરિવારજનો દ્વારા કરવામાં આવી હોવાનું વિજયના પરિવારજનોને શંકા છે. હાલ પોલીસ દ્વારા આ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક વિજય ચાર ભાઈઓમાં ત્રીજા નંબરનો ભાઈ હોવાનું સામે આવ્યું છે. તેમજ હાલ તે કોઈ કામ ધંધો કરતો ન હોવાનું પણ જાણવા મળ્યું છે. આ સાથે હાલ તેનો આવકનો સ્ત્રોત માત્ર ત્રણ મિલકતના માસિક ભાડા આવતા હોવાનું સામે આવ્યું છે. તેમજ વિજયના માતા પિતા ન હોવાનું પણ પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે, સીસીટીવી વીડિયો એટલો વિચલીત કરે તેવો છે કે દર્શાવી શકાય તેમ પણ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *