ગુજરાતમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. તેમાં પણ ખાસ કરીને હાઇવે ઉપર મોટા પ્રમાણમાં એકસીડન્ટ થતા રહે છે. હાલમાં વરસાદના કારણે એક્સિડન્ટની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે આજે સુરત નજીક પલસાણા તાલુકાના કરણ ગામની સીમમાં હાઇવે પર કાર ડિવાઈડર કુદી ટ્રક સાથે ભટકતા મોટો અકસ્માત સર્જાયો હતો.
આ ઘટનામાં કાર સવાર 1 વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પલસાણા તાલુકાના કરણ ગામેથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર વણાકમાં મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક પરથી ગત શુક્રવારે સાંજે બ્લુ રંગની એક ટાટા નેકઝોન કાર GJ 05 RC 5851 માં 4 પુરુષો સ્વર હતા.
નેશનલ હાઇવે નંબર 48 પર વણાંક ઉપર પડેલા ખાડાઓના કારણે પુરઝડપે પસાર થઈ રહેલી કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઇડર કુદી સામેના અમદાવાદથી મુંબઈ જતા ટ્રેક પર આવી ચઢી હતી જે અરસામાં ડભોલીથી એસિયન પેઇન્ટ કંપનીમાંથી કેમિકલ પાવડર ભરી મુંબઈ જઈ રહેલી ટ્રક નંબર GJ 31 T 1799 માં ધડાકા ભેર અથડાતા કાર કચ્ચરઘાણ વળી ગઈ હતી.
સ્થાનિક લોકોએ કારમાં સવાર 4 પુરુષોને બહાર કાઢી 108 ને ફોન કર્યો હતો ઘટના સ્થળે એમ્બ્યુલન્સ પહોંચતા 4 ઇજાગ્રસ્ત પૈકી એક નયન કિશોરભાઈ સવસનીયાનું (મૂળ રહેવાસી સુરત) મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યુ હતું બાકીના ત્રણને નાનીમોટી ઈજાઓ થતા સુરત ખાતે સારવાર માટે ખસેડાયા હતા ઘટના અંગે પલસાણા પોલીસે તપાસ હાથ ધરી છે.
ખાડાને લીધે ફરી અકસ્માત
અત્રે ઉલેખનીય છે કે, આ ઘટના પર એક વર્ષ પહેલા પણ અકસ્માત થયો હતો. એકવર્ષ બાદ ફરી આ વખતે કરણ ગામે થી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર ના વણાકમાં પડેલા ખાડાઓના કારણે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો અને એકનું મોત નીપજ્યું હતું.
ગત વર્ષે આજ જગ્યાએ હાઇવે પર પડેલા ખાડાને લીધે બાઇકચાલક ટ્રક અડફતે આવતા મોત નીપજ્યું હતું અને કરણ ગામ સહિતના લોકો રસ્તા પર ઉતરી આવી ચક્કાજામ કર્યો હતો એ ઘટના બાદ પલસાણા પોલિસે હાઇવે ઓર્થોરિટીના અધિકારો વિરુદ્ધ બેદરકારીનો ગુન્હો દાખલ કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews