ત્રીજા સંતાનને જન્મ આપવાની છે કરીના કપૂર? વાયરલ થયેલી આ તસ્વીરો ઘણું કહી જાય છે

કરીના કપૂર ખાન(Kareena Kapoor khan) હાલમાં તેના પતિ સૈફ અલી ખાન(Saif Ali Khan) અને પુત્રો- તૈમૂર(Taimur) અને જેહ(Jeh) સાથે લંડન(London)માં રજાઓ માણી રહી છે. અભિનેત્રીની…

કરીના કપૂર ખાન(Kareena Kapoor khan) હાલમાં તેના પતિ સૈફ અલી ખાન(Saif Ali Khan) અને પુત્રો- તૈમૂર(Taimur) અને જેહ(Jeh) સાથે લંડન(London)માં રજાઓ માણી રહી છે. અભિનેત્રીની સાથે તેની બહેન કરિશ્મા કપૂર(Karishma Kapoor) અને અમૃતા અરોરા પણ છે. બેબો તેના ફેન્સ માટે સોશિયલ મીડિયા પર લંડનની એક પછી એક તસવીરો શેર કરી રહી છે. તેણી ઇચ્છે છે કે ચાહકોને તેની પ્રિય અભિનેત્રી આ સમયે શું કરી રહી છે તે વિશે અપડેટ કરવામાં આવે. પરંતુ આ દરમિયાન ફેન પેજ પર કરીનાની કેટલીક તસવીરો શેર કરવામાં આવી રહી છે, જેને જોઈને ફેન્સ ચોંકી ગયા હતા.

કરીના બે બાળકોની માતા છે. તૈમૂર અને જેહ. પરંતુ હાલ એવી અટકળો સક્રિય થઇ છે કે, કરીના ફરીએકવાર બાળકને જન્મ આપવાની છે. લોકોમાં સવાલો ઉભા થયા છે કે કરીના ત્રીજીવાર પ્રેગ્નેત છે? જી હા આ વાત પચાવવી ઘણી મુશ્કેલ છે. કરીના કપૂરના ફેન પેજ પર તેની એક તસવીર વાયરલ થઈ રહી છે. આ તસ્વીરમાં તે સૈફ અને અન્ય કોઈ સાથે જોવા મળી રહી છે. આ તસ્વીરમાં સૌથી ચોંકાવનારી વાત છે કરીના કપૂરનું બેબી બમ્પ.

હા, તસવીરમાં કરીનાનો મોટો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. કરીના બ્લેક ટેન્ક ટોપ પહેરીને તેને ફ્લોન્ટ કરી રહી છે. મતલબ કે કરીના ત્રીજી વખત માતા બનવા જઈ રહી છે. જેના પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયાના યુઝર્સ પણ આ તસવીર વાયરલ થતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેમને એમ પણ લાગે છે કે કરીના કપૂર પ્રેગ્નન્ટ છે. આ પછી, જો આપણે બેબોની અગાઉની તસવીરો જોઈએ, તો બેબો દ્વારા શેર કરવામાં આવેલ કોઈપણ તસ્વીર આખી કે નજીકની નથી.

હવે વાત કરો તેના સૌથી મોટા ફેન ક્લબ પર શેર કરેલી તસવીરોની, જેમાં તેનું મોટું પેટ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, જ્યારે અગાઉની તસવીરોમાં કરીના કપૂર ખાન ચતુરાઈથી પોઝ આપતી જોવા મળે છે. કેટલીક તસવીરોમાં તે પતિ સૈફ અલી ખાન અને બહેન કરિશ્મા કપૂરની પાછળ પોતાનો બેબી બમ્પ છુપાવતી જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *